ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન માવઠું પડશે. હવામાન વિભાગના મતે આવતીકાલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે.
હવામાન વિભાગના મતે 21 અને 22 જાન્યુઆરીએ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 22 જાન્યુઆરીના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, દાહોદ, મહીસાગર,પંચમહાલ,વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર,સુરત અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. તો માછીમારોને દરિયો ના ખેડવાની સુચના આપી છે. જો કે કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ફરી ગગડશે. લઘુત્તમ તાપમાન 3 થી 5 સુધી ડિગ્રી ઘટી જશે.
હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે. આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગે ખેડૂતોને તકેદારી રાખવાની સૂચના આપી છે. આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન માવઠું પડશે. હવામાન વિભાગના મતે આવતીકાલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે.
Aadhaar Card: આધાર કાર્ડમાં આવેલો ફોટો નથી ગમતો ? આ Tips અપનાવીને લગાવો મનપસંદ ફોટો
ICC Men's Test team 2021: ICCની 2021ની Test ટીમમાં ભારતના કયા ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન ?