ભારતમં રિકવરી રેટ 63.18 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 29. 557 દર્દીઓ કોરોના સંક્રમણથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણથી 7,82,606 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અને 4,26,167 એક્ટિવ કેસ છે. જેની સારવાર ચાલી રહી છે. હાલ એક્ટિવ કેસ અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં 3,56,440 નું અંતર છે.
મૃત્યુદરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 23 જુલાાઈ સુધીમાં ભારતમાં 2.41 ટકા મૃત્યુદર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 20 જુલાઈએ આવેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સિટ્યૂએશન રિપોર્ટ 182ના હવાલાથી કહ્યું કે, ભારતમાં પ્રતિ દસ લાખ આબાદીમાં માત્ર 873 કેસ છે જ્યારે વિશ્વમાં 1841 છે. જ્યારે ભારતમાં દસ લાખ વસ્તીમાં માત્ર 20.4 મોત છે, જ્યારે વૈશ્વિક એવરેજ 77 છે.
ભારતમાં કોરોના વિરુદ્ધ સરકારની 3ટી પોલિસી છે, એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ. તેના પ્રમાણે ભારતમાં ટેસ્ટિંગ વધારવામાં આવી છે. અત્યાર સુધી કુલ 1,50,75,369 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.