India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,59,632  નવા કેસ નોંધાયા છે અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે. ગઈકાલે 1.41 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ કેસ 3623 થયા છે.


શનિવારે કેટલા કેસ નોંધાયા હતા


શનિવારે 1,41,986  નવા કેસ નોંધાયા હતા અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 40,895 સંક્રમિતો સાજા થયા હતા.શુક્રવાર 1.30 લાખ કેસ નોંધાયા હતા.




એક્ટિવ કેસઃ 5,90,611


કુલ ડિસ્ચાર્જઃ 3,44,53,603


કુલ મૃત્યુઆંકઃ4,83,790


કુલ રસીકરણઃ 151,57,60,645


અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં સતત બીજા દિવસે પાંચ હજારથી વધુ નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. શનિવારે મે મહિના બાદ કોરોનાના નવા ૨૫૨૧ કેસ નોંધાતા નવા વર્ષમાં જાન્યુઆરીના આરંભના આઠ દિવસમાં શહેરમાં કોરોનાના 12૨ હજારથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૫૫૯ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.નમાર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરુ થયા બાદ 8 જાન્યુઆરી સુધીમાં કોરોનાના કુલ કેસ ૨,૪૯,૦૧૧ના આંક સુધી પહોંચ્યા છે. 8 જાન્યુઆરી સુધીમાં ૨,૩૬,૮૫૯ દર્દી કોરોનામુકત થયા છે.