નવી દિલ્હી: સ્વાસ્થ્ય વિભાગે જણકારી આપી છે કે દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 15712 થઈ છે. જ્યારે 2231 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 507 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 27 લોકોના મોત થયા છે.



અત્યાર સુધીમાં 3,86,791 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 37,173 ટેસ્ટ થયા હતા, જેમાં 29,287 ટેસ્ટ આઇસીએમઆર નેટવર્કની લેબમાં થયાં હતાં. 7,886 ટેસ્ટ ખાનગી લેબમાં થયા હતા. ડૉ રમન આર ગંગાખેડકર આઇસીએમઆરના અધિકારીએ જણાવ્યું હતું.



લવ અગ્રવાલે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે છેલ્લા 28 દિવસમાં પુડુચેરીના મહે કર્ણાટકના કોડાગુમાં કોઈ નવો કેસ નોંધાયો નથી.



આરોગ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું, 23 રાજ્યોના 54 જિલ્લા અને કેંદ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ નથી નોંધાયા. દેશમાં અત્યાર સુધીમાં 2,231 દર્દીઓ સાજા થયા છે.