સરકારનું કહેવું છે કે કોવિડ-19 મહામારી વચ્ચે ઘરમાં ફિટ કરવામાં આવેલા એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ અને હ્યુમિડિટી (ભેજ)નું પ્રમાણ 40-70 ટકા વચ્ચે હોવું જોઈએ. આ ગાઈડલાઈન ઈન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એયર કંડીશનર એન્જિનિયર્સ (ISHRAE) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) દ્વારા તૈયાર કરવામાં આવી છે. મોટા ભાગની ઓફિસોમાં એસીને ઉપયોગ કરવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
ઘરમાં એસી ચલાવતી વખતે તાપમાન ઉપરાંત નીચેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
- રૂમમાં હવાની ગતિ જળવાઈ રહે તે માટે એસીની સાથે પંખો પણ ચલાવો.
- એસીવાળા રૂમમાં તાજી હવાની અવર જવર થઈ શકે તે માટે બારી ખુલ્લી રાખો.
- જો એગ્જોસ્ટ ફેન હોય તો તેનો ઉપયોગ કરો. જેથી કરીને દૂષિત હવા બહાર જઈ શકે.
- ઉનાળામાં પ્રથમ વખત એસી શરૂ કરતાં પહેલા તેની સર્વિસ કરાવી લો.
કમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર માટેની ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, જો લાંબા સમયથી એસીનો ઉપયોગ નથી થઈ રહ્યો તો પહેલા તેની સર્વિસ કરાવી લો. ઉપરાંત તાજી હવાનું સકારાત્મક દબાણ રહે તે માટે એક થી વધારે વેંટિલેશન હોવા જોઈએ