નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા ભારતમાં હવે મ્યૂકૉરમાયકોસિસ (બ્લેક ફંગસ) સંક્રમણનો ખતરો તેજ થતો જઇ રહ્યો છે. મહારાષ્ટ્રના થાણામાં આ સંક્રમણના કારણે બે લોકોના મોત થયા છે. બ્લેક ફંગસ બિમારીની ઝપેટમાં આવનારા ખાસ કરીને કોરોનાથી સાજા થયેલા તે દર્દીઓ છે, જેમને ડાયાબિટીસની ફરિયાદ છે. બ્લેક ફંગસની આ બિમારી વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ કે આ કઇ રીતે ફેલાય છે, અને કયા કયા રાજ્યોમાં થઇ ચૂકી છે આની એન્ટ્રી.....
કયા કયા રાજ્યોમાં ફેલાયો છે બ્લેક ફંગસ......
બ્લેક ફંગસ સંક્રમણ ઉત્તરપ્રદેશના કેટલાય જિલ્લામાં જોવા મળ્યો છે. આના ઉપરાંત હરિયાણામાં પણ આના બે દર્દીઓ સામે આવ્યા છે, જે પછી ડૉક્ટર ચોંકી ગયા છે. વળી બિહાર અને મહારાષ્ટ્રમાં પણ બ્લેક ફંગસના દર્દીઓ સામે આવ્યા છે.
ઓડિશા અને રાજસ્થાનમાં પણ બ્લેક ફંગસના દર્દીઓ સામે આવ્યા છે. વળી, ગુજરાતમાં પણ કેટલાય કેસો સામે આવ્યા છે. અહીં બ્લેક ફંગસના કારણે કેટલાય દર્દીઓની આંખોની રોશની જતી રહી છે. વળી મધ્યપ્રદેશમાં સ્થિતિ ચિંતાજનક બનેલી છે.
લક્ષણ અને ખતરો....
બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. આવામાં દર્દીઓએ પોતાના સુગર લેવલનુ પણ ખાસ ધ્યાન રાખવુ જોઇએ, જેથી આ બિમારીથી બચવામાં મદદ મળી શકે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ તો મ્યૂકૉરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના લક્ષણોમાં માથાનો દુઃખાવો, તાવ, આંખોમાં દુઃખાવો, નાક બંધ થવુ, સાઇનસ અને જોવાની ક્ષમતામાં થોડી થોડી અસર પડે છે. બ્લેક ફંગસ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધતી જઇ રહી છે.
શું છે બ્લેક ફંગસ?
ભારતીય ચિકિત્સા વિજ્ઞાન પરિષદ (આઇસીએમઆર) અનુસાર, બ્લેક ફંગસ એક દુર્લભ રીતનુ ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે. આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.