Covid-19 LIVE Updates: દિલ્હીમાં કોરોના વાયરસના 19166 નવા કેસ, 17 લોકોના મોત
દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે.
gujarati.abplive.comLast Updated: 10 Jan 2022 07:25 PM
બ્રેકગ્રાઉન્ડ
દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ...More
દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે. કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
BJP અધ્યક્ષ જેપી નડ્ડા થયા કોરોના સંક્રમિત