Covid-19 LIVE Updates: દિલ્હીમાં કોરોના વાયારસના 22 હજારથી વધુ નવા કેસ, 17 લોકોના મોત
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
મુંબઈમાં કોરોના કેસ
પશ્ચિમ બંગાળમાં આજે 24,287 નવા કોવિડ કેસ, 8,213 રિકવરી અને 18 મૃત્યુ નોંધાયા છે
કેરળમાં આજે 6238 નવા કોવિડ કેસ, 2390 રિકવરી અને 30 મૃત્યુ નોંધાયા છે.
ઉત્તરાખંડમાં આજે 1413 કોવિડ કેસ, 482 રિકવરી અને એક મૃત્યુ નોંધાયું છે
મહારાષ્ટ્ર: પુણેમાં આજે 4,029 નવા કોવિડ કેસ નોંધાયા છે, શહેરમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 14,890 થઈ ગઈ છે.
રાજસ્થાનમાં આજે 5,660 નવા કોવિડ કેસ, 358 રિકવરી અને એક મૃત્યુ નોંધાયું છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. બીજી તરફ 1263 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે. ગઈકાલે 1.41 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ કેસ 3623 થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -