Covid-19 Updates: દિલ્હીમાં કોરોના વાયરસના 4483 નવા કેસ, 28 લોકોના મોત

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે.

gujarati.abplive.com Last Updated: 29 Jan 2022 07:27 PM

પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 3,512 કોવિડ કેસ


 

મુંબઈ કોરોના કેસ

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 1411 નવા કેસ નોંધાયા છે, જ્યારે 11 લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસ સુધી આ આંકડો 1400થી ઓછો હતો, પરંતુ ફરી એકવાર ચેપમાં વધારો થયો છે.

ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11974  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 98021 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 285 લોકો વેન્ટીલેટર પર છે. 97736 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1036156 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10408 લોકોના મોત થયા છે.

તમિલનાડુમાં કોરોના કેસ


તામિલનાડુમાં કોરોના કેસ


તામિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં  કોરોના વાયરસના નવા 24,418 કેસ નોંધાયા છે. તામિલનાડુમાં  27,885 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 46 લોકોના મોત થયા છે. 

દિલ્હી કોરોના
દિલ્હી કોરોના વાયરસ

દિલ્હીમાં કોરોના વાયરસના 4483 નવા કેસ નોંધાયા છે.  28 મૃત્યુ અને 8807 સાજા થયા છે.  

બ્રેકગ્રાઉન્ડ

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે.  જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,04,333 થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,35,939 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તે સિવાય અત્યાર સુધીમા 1,65,04,87,260 લોકોને વેક્સિન આપવામાં આવી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.