Covid-19 Updates: કેરલમાં વાયરસના 38684 નવા કેસ, 28 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 નવા કેસ નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે.
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,523 નવા કેસ નોંધાયા છે. 2,421 દર્દીઓ રિકવર થયા છે અને 35 મૃત્યુ નોંધાયા છે.
તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 9,916 નવા કોરોનાના કેસ, 21,435 રિકવરી અને 30 મૃત્યુ નોંધાયા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,272 નવા કેસ નોંધાયા છે, જ્યારે 20 લોકોના કોરોનાને કારણે મોત થયા છે જ્યારે 4,166 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. હાલમાં દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 11,716 છે.
આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6097 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 57521 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 248 લોકો વેન્ટીલેટર પર છે. 57273 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1123499 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,614 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે.
કેરલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,684 કેસ નોંધાયા છે, જ્યારે 41,037 રિકવર થયા છે. કોરોના સંક્રમણથી રાજ્યમાં વધુ 28 લોકોના મૃત્યુ નોંધાયા છે.
બ્રેકગ્રાઉન્ડ
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 નવા કેસ નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 13 ટકા કેસ ઓછા આવ્યા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
એક્ટિવ કેસ ઘટીને 14 લાખ 35 હજાર 569 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 4 કરોડ 17 હજાર 88 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -