ગૃહમંત્રાલયે પત્ર ળખીને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર લોકડાઉન દરમિયાન જરૂરી અને બિન જરૂરી સામન વચ્ચે તફાવત રાખ્યા વગર રાજ્યોની અંદર અને બહાર ટ્રકો અને માલવાહક વાહનોને અવર જવરની મંજૂરી હોવી જોઈએ.
પત્રમાં લખ્યું ચે કે, ખાલી ટ્રક અને માલવાહક વાહનોને પણ મંજૂરી હોવી જોઈએ કારણ કે બની શકે કે તે માલ લેવા જઈ રહ્યા છે અથવા સામાન પહોંચાડીને આવી રહ્યા હોય. સામાનની લઈ જવા માટે ટ્રકો અને માલવાહક વાહનોને કોઈ પરમિટ કે પાસની જરૂરત નથી.
પત્ર અનુસાર ટ્રકમાં એક ડ્રાઈવર અને ક્લીનરની મંજૂરી આપવામાં આીવ છે અને જિલ્લા પ્રશાસને તેમને તેમના ઘરથી ટ્રકો સુધી પહોંચાડવામાં મદદ કરવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે, એરપોર્ટ, બંદર અને કસ્ટમ વિભાગના અધિકારીઓને પોતાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પર કામ કરનાર કર્મચારીઓને પાસ આપવાની મંજૂરી આપવામાં આવી છે.