નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે, દેશવ્યાપી લોકડાઉન પર મંત્રાલયના દિશા નિર્દેશોનું અશરશઃ પાલન કરવામાં આવે. તેનીસાથે જ જરૂરી અને બિનજરૂરી સામાન વચ્ચે ભેદ રાખ્યા વિના તમામ ટ્રકો અથવા માલ ભરેલ વાહનોની સરલ રીતે અવર જવર સુનિશ્ચિત કરવા કહ્યું છે.

સાથે જ ગૃહ મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે, લોટ, ખાદ્ય દેલ જેવી જરૂરી વસ્તુ સાથે જોડાયેલ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કામકાજમાં કોઈપણ જાતની મુશ્કેલી ન આવવી જોઈએ. સાથે જ મંત્રાલયના નોટિફિકેશમાં કહેવામાં આવ્યું છે કે, કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસને કોઈપણ મુશ્કેલી વગર ચલાવવાની મંજૂરી હોવી જોઈએ પછી ભલે તેમાં જરૂરી સામાન હોય કે બિન જરૂરી સામાન હોય.

ગૃહ મંત્રાલયના પત્ર અનુસાર આ તમામ દિશા નિર્દેશ હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ વિસ્તારને છોડીને અન્ય જગ્યા માટે છે.