નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને બ્રિટનમાં થયેલા એક રિસર્ચમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા અનુસાર, કોરોના વાયરસના દર્દી નવ દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવી શકતો.


આનો અર્થ એ કે જો કોઇ કોરોના પૉઝિટીવ થયુ તો તેનાથી માત્ર નવ દિવસ સુધી જ સંક્રમણનો ખતરો છે. એટલે કે કોરોના વાયરસનો દર્દી વધુમાં વધુ નવ દિવસ સુધી સંક્રમણ ફેલાવી શકે છે. આ ખુલાસો બ્રિટનમાં 79 રિસર્ચ બાદ કરવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ પ્રમાણે, રિસર્ચમાં કહેવાયુ છે કે નવ દિવસ બાદ વાયરસ શરીરમાં રહે તો છે પરંતુ આનાથી ફેલાવો નથી થતો. નવ દિવસ બાદ કોરોના વાયરસની કાન, નર્વ સિસ્ટમ અને હ્રદય પર અસર રહે છે. પણ આ એક રીતે બેઅસર થઇ જાય છે.



રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ દર્દીના સંક્રમિત થયાના 17 દિવસથી 83 દિવસોની વચ્ચે દર્દીના ગળામાં પહોંચી જાય છે. આનો અર્થ છે કે જ્યાં સુધી તેમનો ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં સુધી તે સંક્રમણનો સૌથી ખરાબ સમય પાર કરી ચૂક્યા હોય છે. શોધકર્તાઓનુ કહેવુ છે કે એટલે તેમને જેવુ ખબર પડે કે તમે સંક્રમિત છો, તો તમારે તરતજ આઇસૉલેટ થઇ જવુ જોઇએ. લક્ષણ વિનાના લોકો પણ સંક્રમિત થયાના તરતજ વધારે સંક્રમિત થાય છે.