Covid 19 Spike on Dec 31: ભારતમાં 31 ડિસેમ્બરે 16,764 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 70 દિવસમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસ અને ઓમિક્રોનના કેસોમાં વધારો થયા બાદ આજે આરોગ્ય સચિવે ફરી એકવાર રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને તૈયારી વધારવા માટે કહ્યું છે. પત્રમાં તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના માળખાને અપડેટ કરવાની સલાહ આપી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યોને એક પત્ર લખીને તેમને અસ્થાયી હોસ્પિટલો સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઇસોલેશનમાં દર્દીઓની દેખરેખ માટે વિશેષ ટીમોની રચના કરવા જણાવ્યું હતું. કેન્દ્રએ રાજ્યોને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ બનાવવાની સલાહ પણ આપી છે. આ સાથે આઈસોલેશન બેડ અને ફિલ્ડ હોસ્પિટલ, આઈસીયુ બેડ, પીડિયાટ્રીક સેન્ટર ઓફ એક્સેલન્સ, ઓક્સિજનની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ, દવાઓ, માનવ સંસાધન અને ટેલી-કન્સલ્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અસ્થાયી હોસ્પિટલો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઈસોલેશન (Home isolation)માં રહેતા દર્દીઓ પર નજર રાખવા માટે વિશેષ ટીમો (Special teams) બનાવવા માટે સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ (Union Health Secretary)રાજેશ ભૂષણે શનિવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોનાના કેસ વધવાથી આરોગ્ય માળખાને અપગ્રેડ કરવાની જરૂર છે. આ સાથે તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જિલ્લા સ્તરે અથવા સ્થાનિક સ્તરે કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં.
આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા રાજ્યોને આરોગ્ય સુવિધાઓ વધારવા અને હંગામી હોસ્પિટલોનું નિર્માણ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જે ડીઆરડીઓ અને સીએસઆઈઆર તેમજ ખાનગી ક્ષેત્રો, એનજીઓ સાથે મળીને કરી શકાય છે. મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોઈ શકે છે. તેથી એવા કેસોને અસરકારક રીતે અનુસરવાની જરૂર પડશે. તેમજ આવા દર્દીઓની તબિયત બગડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા થવી જોઈએ.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે કંટ્રોલ રૂમ જિલ્લા સ્તરે અથવા પેટા જિલ્લા/વોર્ડ સ્તરે કાર્યરત છે. પરીક્ષણ, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલની ઍક્સેસ માટે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત સિસ્ટમ સ્થાપિત કરવાની અને મોટા પ્રમાણમાં લોકોને જાણ કરવાની જરૂર છે. તેમજ નાગરિકો એમ્બ્યુલન્સને ફોન કરી રીસીવ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. આ કોલ સેન્ટર ઉપરાંત, જિલ્લા અથવા રાજ્ય સ્તરના ડેશબોર્ડ્સ/પોર્ટલ તેને ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.