આશરે દોઢ વર્ષથી કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને હજારો લોકો હોસ્પિટલમાં જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યાછે. એક સર્વેમાં સામે આવ્યું છે કે જે લોકો આ બીમારીથી ઠીક ગયા છે તેમને પણ પૂરી રીતે સ્વસ્થ થવામાં મહિનાઓ લાગી શકેછે.
કોણે કર્યો સર્વે
દહીંસર જંબો સેન્ટરે આ બીમારીના ઓછા ગંભીર લક્ષણવાળા લોકો કેવી પરેશાનીનો સામનો કરી રહ્યા છે તે જાણવાની કોશિશ કરી હતી. દહીંસર જંબો સેન્ટર એક સમર્પિત કોવિડ સ્વાસ્થ્ય કેન્દ્ર છે. જેણે કોરોના વાયરસની બે લહેરમાં આશરે 10,000 લોકોની સારવાર કરી છે.
કેટલા ટકા દર્દીની ગુણવત્તા થઈ પ્રભાવિત
આ સેંટરે 496 દર્દી પર એપ્રિલ અને મે મહિનામાં સર્વે કર્યો હતો. જેનો હેતુ કોરોના બાદ શરીર પર શું અસર થઈ તે જાણવાનો હતો. જેમાં 15 ટકા લોકોમાં નબળાઈ સૌથી સામાન્ય ફરિયાદ તરીકે સામે આવી હતી. લાંબા સમય સુધી ખાંસી અને શ્વાસ લેવાની ફરિયાદ 2.3 ટકા અને 1.3 ટકા દર્દી કરવામાં આવી હતી. જ્યારે કેટલાક દર્દીએ અસામાન્ય રીતે વાળ ખરવાની ફરિયાદ કરી હતી. 3 ટકા દર્દીએ કહ્યું કે સંક્રમિત થયા બાદ તેમના જીવનની ગુણવત્તા પ્રભાવિત થઈ છે. જ્યારે 87 ટકાએ કહ્યું તે સ્વસ્છ છે અને પોતાનું નિયમિત જીવન શરૂ કરી દીધું છે.
ડો. દીપા શ્રિયાને શું કહ્યું
આ મામલે વાત કરતાં દહીંસર જંબો સેંટરના ડીન ડો.દીપા શ્રિયાને કહ્યું કે એક મહિના સુધી દર્દીઓને ફોલોઅપ કોલ કરવામાં આવ્યા હતા. જેમાં અમે તેમને અમારા દ્વારા અપાયેલી સુવિધા અંગે માહિતગાર કર્યા હતા. જેનાથી અને ભવિષ્યમાં દર્દીઓને આ સેંટરમાંથી રજા આપ્યા બાદ શું કરવું જોઈએ તે નક્કી કરવામાં મદદ મળશે. જ્યારે સુરેશ કકાણીએ કહ્યું જે હોસ્પિટલોએ કોવિડ દર્દીઓની સારવાર કરી છે તેમને દર્દીઓને શું ટ્રીટમેંટ આપી હતી, તેની કેવી અસર થઈ હતી તેનો રિપોર્ટ બનાવવા પણ જણાવ્યું છે.