નવી દિલ્હીઃ દુનિયાભરમાં કેટલાક એવા દેશો છે જે હજુ પણ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે. આ લિસ્ટમાં ભારતનુ નામ પણ સામેલ છે. ભારતમાં બીજી લહેર અને ડેલ્ટા વાયરસના કેરથી દુનિયાના અન્ય દેશો સાવધ થઇ ગયા છે. દેશમાં ડેલ્ટા વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેનેડા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેનેડા સરકારે ભારતમાંથી આવતી ડાયરેક્ટ ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જોકે, આ પ્રતિબંધ અગાઉથી લગાવવામાં આવેલો હવે તેને વધુ કડક નિયમો સાથે ફરીથી અમલી કરાવવામાં આવી રહ્યો છે. આ પ્રતિબંધ આગામી 30 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે, એટલે કે હવે આ 21 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ રહેશે. ત્યાં સુધી કોઇ ભારતની ફ્લાઇટ્સ કેનેડા નહીં જઇ શકે.


ખરેખરમાં, થોડાક દિવસો પહેલા હેલ્થ કેનેડા તરફથી જાહેર કરાયેલી એક જાહેરતામાં આ વાતની જાણકારી સામે આવી છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે- પ્રતિબંધને આગળ લંબાવવાનો ફેંસલો સાર્વજનિક સ્વાસ્થ્ય સલાહના આધાર પર લેવામાં આવ્યો છે. કેનેડા તરફથી કહેવામાં આવ્યુ કે દેશમાં જો કોરોનાને લઇને સ્થિતિ સામાન્ય રહેશે તો તે 7 સપ્ટેમ્બરથી પોતાની બોર્ડરને યાત્રીઓ માટે ખોલી દેશે. જોકે માત્ર તેમને જ પરમિશન આપવામાં આવશે જેમને રસીકરણ કરાવ્યુ હશે. 


અમેરિકન નાગરિકોને 9 ઓગસ્ટથી દેશમાં પ્રવેશ કરવાની હશે મંજૂરી-
ઉલ્લેખનીય છે કે, કેનેડાએ પુરેપુરી રીતે રસીકરણ કરાયેલા અમેરિકન નાગરિકો અને સ્થાયી નિવાસીઓ માટે 9 ઓગસ્ટે દેશમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી છે. જોકે તેમનો કેનેડામાં પ્રવેશ કરવાથી ઓછામાં ઓછા 14 દિવસ પહેલા રસીકરણનો કોર્સ પુરો કરી લીધો હોય. વળી, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ કે રસીકરણ થયેલા યાત્રીઓને 9 ઓગસ્ટથી આગમન બાદ ફરીથી તપાસ કરાવવાની જરૂર નહીં રહે.


ઉલ્લેખનીય છે કે, કેનેડાએ ભારત માટે પહેલીવાર 22 એપ્રિલને યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો આ પછી દેશમાં બનેલી સ્થિતિને જોતા હવે ચોથી વાર લંબાવ્યો છે.