નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરરમાં નવા કેસોની સંખ્યા ઓછુ થવાનુ નામ નથી લઇ રહી. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 40 હજારની આસપાસ છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પૂર્વીય આસામના ડિબ્રુગઢ જિલ્લામાં એક મહિલા ડૉક્ટર કોરોના વાયરસના 'આલ્ફા' અને 'ડેલ્ટા' બન્ને રીતે સંક્રમિત થઇ છે. એક્સપર્ટ્સે આને દેશમાં આ રીતનો પહેલો કેસ બતાવ્યો છે. 


ICRCના સ્થાનિક અધિકારીઓ બતાવ્યુ કે આસામમાં મહિલા ડૉક્ટરોને વેક્સિનના બન્ને ડૉઝ લાગી ચૂક્યા હતા. બીજી ડૉઝ લીધાના એક મહિના બાદ તેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. તેનામાં એકદમ સામાન્ય લક્ષણો છે પરંતુ હૉસ્પીટલમાં જવાની જરૂર નથી. ICMR-RMRCના બિસ્વજ્યોતિ બરકાકોટીએ કહ્યું- આ કદાચ ભારતમાં આ પ્રકારનો પહેલો કેસ છે. આ કેસની રિપોર્ટિંગ અને દસ્તાવેજીકરણની પ્રક્રિયામાં છે. 


ડૉક્ટરોનુ કહેવુ છે કે હોઇ શકે છે કે ડબલ ઇન્ફેક્શન બે અલગ અલગ વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવ્યાથી થયા હોય. તેમના પતિ પણ કોરોનાના આલ્ફા વેરિએન્ટથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આલ્ફા વેરિએન્ટનો પહેલો કેસ ગયા વર્ષમાં માર્ચમાં બ્રાઝિલમાં સામે આવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે આસામમાં હજુ પણ 20 હજારથી વધુ એક્ટિવ કોરોના કેસો છે, આની સાથે જ રાજ્યમાં બે હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. ડિબ્રુગઢમાં સૌથી વધુ કોરોના કેસ છે. અહીં કોરોનાને લઇને એકદમ સખત નિયમ લાગુ છે. 


Coronavirus : દેશમાં 125 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા 30,093 નવા કેસ, 374 લોકોના મોત-
દેશમાં આજે 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 97.37 ટકા થઈ ગયો છે. જયારે દરરોજનો પોઝિટિવીટ રેટ 1.68 ટકા છે. દેશમાં ગઈકાલે 374 લોકોના મોત થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. જ્યારે 374 મોતની સાથે કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 ગઈકાલે ડિસ્ચાર્જ થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે. દેશમા એક્ટિવ કેસની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે.


જણાવીએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 લાખ 67 હજાર 309 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ કુલ રસીકરણો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 એ પહોંચી ગયો છે.


ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)એ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના 17 લાખ 92 હજાર 336 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 44 કરોડ 73 લાખ 41 હજાર 133 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.