દેશ હાલ કોરોનાની બીજી લહેરની સામે જંગ લડી રહ્યો છે.  બીજી લહેરમાં દેશની સ્થિતિ દયનિય બની ગઇ છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ નથી તો ઓક્સિજનની કમીના કારણે શ્વાસ તૂટી રહ્યાં છે તો બીજી તરફ ઇંજેકશન દવાનો જથ્થો પણ ખૂટી રહ્યો છે.


કોરોનાની બીજી લહેરમાં ડેથ રેટ એટલો વધી રહ્યો છે કે, સ્માશાનામાં અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ છે. 108 એમ્બ્યલન્સમાં પણ કલાકોના વેઇટિંગ આ સ્થિતમાં દુનિયાના કેટલાક દેશોએ ભારતની મદદ માટે હાથ લંબાવ્યો છે.


આ વિકટની ઘડી આખરે અમેરિકાના રાષ્ટ્પતિ જો બાઇડેને કોવિશીલ્ડ વેક્સિનનો કાચા માલ સહિત, વેન્ટીલેટર, પીપીઇ કિટ ઓક્સિજન સહિત  દવાનો જથ્થો મોકલવા તૈયારી દર્શાવી છે.જો બાઇડને PM  મોદી સાથે ટેલિફોનિંક વાતચીત કર્યાં બાદ ટવિટ કર્યું કે, ભારતના જન સ્વાસ્થ્ય સંકટની વિકટ ઘડીએ અમેરિકા તેમની પડખે ઉભું છે’ પીએમ મોદીની બાઇડેન સાથે  ફોન પર  45 મિનિટ વાતચીત ચાલી હતી.


અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી  મૈટ્ટ હેનકોકે ટ્વિટ કરીને કહ્યું કે ‘ભારતમાંથી હૃદયદ્વાવક તસવીર સામે આવી રહી છે. મારી સંવેદના ભારતીય લોકો સાથે છે. આ વાયરસ સામેની જંગમાં અમે તમારી સાથે છીએ'



કોરોનના સંકટ વચ્ચે ચીને પણ ભારતને વિકટ સમયમાં મદદ કરવાનો ભરોસ આપ્યો છે. ભારતમાં ચીનના રાજદૂત સન વેઇડોંગે પણ ભારતનો સાથ આપવાની વાત કરી છે.તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘કોરોના સામેની ભારતની લડાઇમાં ચીન ભારતનું મજબૂતી સમર્થન કરે છે. અમે ભારતમાં જરૂરી મેડિકલ સામગ્રી પહોંચાડવા માટે ચીની કંપીનીઓને પ્રોત્સાહિત કરીશું’


ભારતમાં કોરોના સંકટને જોતા સઉદી અરબ, જર્મનીએ પણ ભારતને મદદ કરવા માટેની તૈયારી બતાવી છે. બ્રિટન સરકાર સહિત ત્યાં વસતા ભારતીયો પણ ભારતને મદદ કરવા માટે  ફંડ એકઠું કરીને ભારતને બનતી મદદ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉપરાંત રશિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને સંકટની ઘડીમાં મદદ કરવાનો ભરસો આપ્યો છે.