નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત સાતમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 28 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.   


આ દરમિયાન દેશમાં કેટલાક એક્સપર્ટ માને છે કે કોરોના વાયરસની ચેન તોડી શકાય તે માટે ફરીથી સંપૂર્ણ લોકડાઉન (Full Lockdown) લગાવી દેવું જોઈએ. જ્યારે કેટલાક જાણકારોના કહેવા મુજબ દેશવ્યાપી લોકડાઉનથી પરેશાની વધી જશે. જોકે જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે હોય ત્યાં લોકડાઉન લગાવવું જરૂરી છે.


પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે દેશવ્યાપી કે રાજ્યવ્યાપી તાળાબંધી અંતિમ વિકલ્પ હોવો જોઈએ. પીએચએફઆઈ બેંગ્લુરુમાં લાઇકફેર એપિડેમિયોલોજીના પ્રોફેસર ડો. ગિરિધર બાબુએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું, સંપૂર્ણ લોકડાઉન કોરોનાથી બચવાનો એક માત્ર રસ્તો નથી. કોરોના આટલી ઝડપથી ફેલાવાની સ્પીડ અને તેના ટ્રાન્સમિશનને જોવાની જરૂર છે. કોરોનાને ફેલાતો અટકાવવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ તે સ્વીકારવું પડશે. હાલ જ્યાં વધારે મામલા આવી રહ્યા છે ત્યાં કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉનની જરૂર છે. અત્યારે જે રીતે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોતાં દેશભરમાં લોકડાઉન લગાવવું જોઈએ.


કર્ણાટકની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વિશાલ રાવે કહ્યું, લોકડાઉનથી હાલ ચાલી રહેલી રસીકરણની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. આ કારણે આપણે કોરોના સામે લડવાની રણનીતિ બદલવી જોઈએ.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,23,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2771 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,51,827 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 73 લાખ 13 હજાર 613


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382


કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658


કુલ મોત - 1 લાખ 95 હજાર 123