નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરને કેર વર્તાવીને મુકી દીધો છે. હજુ પણ પ્રકોપ યથાવત છે. જોકે, હવે નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે દેશમાં રસીકરણ અભિયાનને શરૂ કરી દેવામાં આવ્યુ છે. વેક્સિનની કમીના કારણે કેટલાક રાજ્યોએ કેન્દ્રો પર 18 થી 44 વર્ષ સુધીના લાકો માટે હાલ વેક્સિનેશન બંધ કરી દીધુ છે. વેક્સિનની કમીના કારણે સરકાર પર પણ આરોપ લાગી રહ્યાં છે. આ બધાની વચ્ચે જાણો દુનિયાના 10 સૌથી વધુ વસ્તી વાળા દેશમાં વેક્સિનેશનની કામગીરી ક્યાં પહોંચી, અને ભારતની આ મામલે શું છે સ્થિતિ...... જાણો રિપોર્ટમાં.....


વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ અનુસાર, વેક્સિનેશન કરવાના મામલામાં ભારત અમેરિકા અને ચીનથી પણ પાછળ છે. આ રિપોર્ટમાં પહેલા નંબર પર અમેરિકા, બીજા નંબર પર ચીન અને ત્રીજા નંબર પર બ્રાઝીલ છે. વર્તમાનમાં ચીનને છોડી દઇએ તો, સૌથી વધુ કોરોનાના કેસો અમેરિકા, ત્યારબાદ ભારત અને બ્રાઝીલમાં છે.  


ટૉપ 10 દેશોમાં ભારત કયા નંબર પર છે?
(પ્રતિ 100 લોકોની જનસંખ્યામાં કેટલા લોકોનુ રસીકરણ થયું)


અમેરિકા- 6 લોકોનુ 
ચીન- 4 લોકોનુ 
બ્રાઝિલ- 4 લોકોનુ 
મેક્સિકો- 24 લોકોનુ 
રશિયા- 1 લોકોનુ 
ભારત- 4 લોકોનુ 
જાપાન- 1 લોકોનુ
ઇન્ડોનેશિયા- 10 લોકોનુ 
બાંગ્લાદેશ- 1 લોકોનુ 
ફિલીપાઇન્સ- 7 લોકોનુ 



સૌથી વધુ વેક્સિનેશન કરનારા ટૉપ 6 દેશમાં કેટલા છે કોરોનાના કેસો?


અમેરિકા- 3 કરોડ 41 લાખ 74 હજાર 752
ચીન- 91 હજાર 194
બ્રાઝીલ- 1 કરોડ 68 લાખ 3 હજાર 472
મેક્સિકો- 2 કરોડ 42 લાખ 6 હજાર 822
રશિયા- 5 લાખ 99 હજાર 182
ભારત- 2 કરોડ 85 લાખ 74 હજાર 350


આ દેશોમાં અત્યાર સુધી કેટલા લોકો મૃત્યુ પામ્યા 


અમેરિકા- 6 લાખ 11 હજાર 611
ચીન- 4 હજાર 636
બ્રાઝીલ- 4 લાખ 69 હજાર 784
મેક્સિકો- 2 લાખ 28 હજાર 362
રશિયા- 1 લાખ 22 હજાર 660
ભારત- 3 લાખ 40 હજાર 702


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા, 2713 લોકોના મોત.....


કોરોના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. વિશ્વભરમાં સૌથી વધારે કેસ દરરોજ ભારતમાં જ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 364 નવા કોરોના કેસ આવ્યા અને 2713 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 7 હજાર લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 77420 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 34 હજાર 154 નવા કેસ સામે આવ્યા હતા અને 2887 લોકોના મોત થયા હતા.


આજે દેશમાં સતત 22માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 3 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 41 લાખ 9 હજાર 448 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 28 લાખ 75 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.75 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.


દેશમાં આજે કોરોનાની સ્થિતિ.......


કુલ કોરોના કેસ - બે કરોડ 85 લાખ 74 હજાર 350


કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 65 લાખ 97 હજાર 655


કુલ એક્ટિવ કેસ - 16 લાખ 35 હજાર 993


કુલ મોત - 3 લાખ 40 હજાર 702


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 6 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.