નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર(Coronavirus Second Wave) ફરી વળી છે. આ દરમિયાન કોરોના રસીકરણ (Corona Vaccination) પણ ઝડપથી થઈ રહ્યું છે. કોરોના રસી લીધેલા હોય તેવા વ્યક્તિઓમાં પણ ચેપ લાગ્યાના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈ લોકોની ચિંતા વધી ગઈ છે.
કોરોના રસી લીધા બાદ સંક્રમિત (Corona Positive) થતાં હોવાના અહેવાલ બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યુ છે કે રસીકરણ બાદ પણ સાવધાની રાખવાની જરૂર છે. રસીને શરીરમાં કામ કરવા માટે થોડો સમય લાગે છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિએ રસી લીધી હોય અને તે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવે તો તેને પણ ચેપ લાગી છે. રસીકરણ બાદ કોરોના પોઝિટિવ થવાના આ કારણો છે.
કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરવું: કોરોના રસી લીધા બાદ લોકોની અંદરથી કોરોનાને લઈ ડર ખતમ થઈ ગયો છે. લોકો કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન નથી કરતાં. સરકાર સતત માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવી રાખવાની અપીલ કરે છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે રસી લીધા બાદ પણ અમુક લોકો પોઝિટિવ થઈ રહ્યા છે.
રસીકરણ નિયમોનું નથી થઈ રહ્યું પાલનઃ જે સમયે રસીકરણ થાય છે તે સમયે હાજર ડોક્ટર લોકોને રસીકરણના નિયમ બતાવે છે. ડોક્ટરોની ટીમ રસીકરણ પહેલા અને પછી શું સાવધાની રાખવી તે જણાવે છે. જોકે એવું જોવા મળ્યું છે કે રસીકરણ બાદ લોકો નિયમોનું પાલન નથી કરતાં. જેને લઈ રસી લીધા બાદ પણ કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.
રસીના બંને ડોઝ સમય પર ન લેવાઃ વેક્સીન બાદ પણ વ્યક્તિનું પોઝિટિવ આવવાનું કારણ એક ડોઝ સમય પર ન મળવાનું છે. કોરોનો પહેલો ડોઝ લીધા બાદ જ્યારે બીજા ડોઝ સમયસર ન લેવામાં આવે તો પણ સંક્રમિત થવાય છે.
કોરોના રસી લીધા બાદ કેટલાક લોકો કોરોના પોઝિટિવ થવાને રી ઈન્ફેક્શન માને છે, પરંતુ તે સત્ય નથી. ડોક્ટરોનું કહેવું છેક જો રસીકરણ બાદ પણ કોરોના સંક્રમિત થાવ તો ડરવાની જરૂર નથી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 794 લોકોના મોત થયા છે. જોકે 77,567 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 32 લાખ 05 હજાર 926
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 19 લાખ 90હજાર 859
કુલ એક્ટિવ કેસ - 10 લાખ 46 હજાર 631
કુલ મોત - એક લાખ 68 હજાર 436