મુંબઈ: મહારાષ્ટ્ર (maharashtra)ના કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 58,993 લોકો કોરોના વાયરસ(Coronavirus)થી સંક્રમિત થયા છે અને 301 દર્દીઓના મોત થયા છે. એકલા મુંબઈ(Mumbai)માં 9,200 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 35 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર(maharashtra)માં અત્યાર સુધીમાં 32,88,540 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 57,329 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં ગુરુવારે કોવિડ-19ના 56,286 નવા કેસ સામે આવ્યા હતા. બુધવારે 59 હજાર 907 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 322 દર્દીઓના મોત થયા હતા.
કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આજે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે રાજ્યમાં આરોગ્યના માળખાગત સુવિધામાં સુધારો લાવવા માટે બેથી ત્રણ અઠવાડિયાનું "સંપૂર્ણ લોકડાઉન" કરવું જરૂરી છે. ટોપે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારનું પગલુ ત્યારે ભરી શકાય જ્યારે સરકાર સ્થિતિ સાથે લડવામાં અસમર્થ હોય.
જોકે, રાજેશ ટોપે કહ્યું હતું કે, "મને આશા છે કે આપણે વાયરસને વર્તમાન પ્રતિબંધોની સાથ કાબૂમાં રાખી શકીએ છીએ." અમે સર્વશ્રેષ્ઠની આશા રાખીએ છીએ. '' ટોપે કહ્યું કે રાજ્ય સરકાર કેસમાં વધારો થવાને લઈ ચિંતિત છે અને તેને કેંદ્રની મદદ અને સલાહની જરુર છે.
ગુજરાતમાં 4541 નવા કેસ
રાજ્યમાં કોરોના કેસ (Corona cases) માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે આ જીવલેણ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા કોર્પોરેશ-4, વડોદરા-2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 1-1 કેસ મળી કુલ 42 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4697 પર પહોંચી ગયો છે.