Covid-19: શું આગામી કેટલાક મહિનાઓમાં કોવિડ -19 સમાપ્ત થશે? આ એક એવો પ્રશ્ન છે જે આજના સમયમાં દરેકના મનમાં ચાલી રહ્યો છે. વિશ્વભરના નિષ્ણાતોએ પણ કોવિડ -19 મહામારીના અંત વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ નિષ્ણાતોનો આ અભિપ્રાય તમને નિરાશ કરી શકે છે. મોટાભાગના નિષ્ણાતો સહમત છે કે કોવિડ -19 મહામારીનો તાત્કાલિક અંત શક્ય નથી અને ઓછામાં ઓછા આગામી છથી આઠ મહિના સુધી તેનો સંપૂર્ણ અંત આવવાની કોઈ શક્યતા નથી.


નિષ્ણાતો એમ પણ માને છે કે કોવિડ -19 રોગચાળાની વધુ લહેર જોવા મળી શકે છે. જેના કારણે ફરી એકવાર બંધ શાળાઓ અને કોલેજો, દર્દીઓથી ભરેલી હોસ્પિટલોનું દ્રશ્ય જોઇ ​​શકાય છે. મિનેપોલિસની યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં સેન્ટર ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેક્ટર માઈકલ ઓસ્ટરહોલ્મના જણાવ્યા અનુસાર, "શિયાળાની મોસમમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી શકે છે અને ત્યાર બાદ ફરી કેસમાં ઘટાડો નોંધાશે."


વિશ્વનો દરેક વ્યક્તિ એકવાર કોવિડ-19 થી સંક્રમિત થશે


નિષ્ણાતો એમ પણ માને છે કે વિશ્વનો દરેક વ્યક્તિ ઓછામાં ઓછો એક વખત કોવિડ -19 થી સંક્રમિત થશે. કેટલાક લોકો એવા હશે જે એક કરતાં વધારે વખત કોરોનાની ઝપેટમાં આવશે. કોરોના અને રસીકરણ વચ્ચેની આ લડાઈ ત્યાં સુધી સમાપ્ત થશે નહીં. નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.


ઓસ્ટરહોલ્મ અનુસાર, "હું તમને કહી શકું છું કે, આ કોરોના વાયરસ જંગલની આગ જેવો છે. જ્યાં સુધી તે દરેક વ્યક્તિને પોતાની ઝપેટમાં નહીં લઈ લે ત્યાં સુધી તે અટકશે નહીં."


ક્યાંક વાયરસ વેક્સિન પ્રતિરોધક વેરિઅન્ટમા ન ફેરવાય જાય


કોવિડ-19 નો સૌથી મોટો ખતરો તેનું સ્વરૂપ એટલે કે પરિવર્તિત હિઓન બદલવાની શક્તિ છે. નિષ્ણાતો એ હકીકત વિશે પણ ચિંતિત છે કે આ રસી પ્રતિરોધક વેરિઅન્ટમાં ફેરવાઈ ન જાય. જો આવું થાય છે, તો ટૂંક સમયમાં આ વાયરસનો અંત માત્ર એક સ્વપ્ન જ રહેશે. વળી જ્યારે આવું થાય, ત્યારે આપણે શાળાઓ, જાહેર પરિવહન અને કચેરીઓમાં ફરી એક વખત આ વાયરસના પ્રકોપનો સામનો કરવો પડશે.


રસીકરણ પછી પણ ચેપની શક્યતા રહેશે


અત્યારે વિશ્વમાં અબજો લોકો એવા છે કે જેમણે કોરોનાની રસી મેળવી નથી. રસીના પુરવઠા અંગે હજુ પણ સમૃદ્ધ અને ગરીબ દેશો વચ્ચે મોટું અંતર છે. ટૂંક સમયમાં આ તફાવત ઓછો થતો જણાતો નથી. નિષ્ણાતોના મતે, દરેકને રસી આપવામાં આવ્યા પછી પણ, વસ્તીના એક ભાગને ચેપ લાગવાની શક્યતા રહેશે. આમાં નવજાત શિશુઓ, એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે અન્ય કોઈ રોગને કારણે રસીકરણ કરાવ્યું ન હતું અને જે લોકો રસીકરણ કરાવ્યા હોવા છતાં ચેપ લાગ્યા હતા.


નિષ્ણાતોએ કહ્યું છે કે, આપણે છેલ્લા કેટલાક વર્ષોના ઈન્ફલ્યુએન્ઝા બીમારીના અનુભવોમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ સાથે, શક્ય તેટલી વહેલી તકે કોવિડ -19 પર કાબુ મેળવવાનો માર્ગ શોધી શકાય છે.