ભારતમાં કોરોના વાયરસ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર મેના મધ્ય સુધીમાં પીક પર પહોંચી જશે. અમેરિકામાં રિસર્ચમાં કોરોનાથી મોતનો રોજનો આંકડો 5600 રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તેને મતલબ એ થયો કે દેશમાં એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે ત્રણ લાખ લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવશે. રિસર્ચ વોશિંગ્ટન યૂનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટરિક્સ, એન્ડ એવોલ્યૂશેન તરફથી કરવામાં આવ્યું છે.
કોરોનાથી મોતના આંકડા મેની મધ્યમાં ટોચ પર હશે
આ વર્ષે 15 એપ્રિલ સુધી પ્રકાશિત રિસર્ચમાં મહામારીની બીજી લહેરમાં નિયંત્રમ મેળવવા માટે ભારતના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન પર આશા જાગી છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ આવનારા સપ્તાહમાં ખરાબ થવા જઈ રહી છે. રિસર્ચ માટે તેમણે ભારતમાં મોત અને સંક્રમણના હાલના દરનું મૂલ્યાંકન કર્યું છે અને અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે 10 મેના રોજ કોરોનાને કારણે ભારતમાં રોજ મોતનો આંકડો સૌથી ટોચ પર પહોંચી 5600 થઈ જશે.
વોશિંગ્ટન યૂનિવર્સિટીના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
વધારાના 3,29,000 મોત થવાનો અંદાજે 12 એપ્રિલથી 1 ઓગસ્ટની વચ્ચે લગાવવામાં આવી રહ્યા છે. વોશિંગ્ટન યૂનિવર્સિટીના રિસર્ચ અનુસાર સપ્ટેમ્બર 2020ના મધ્યથી ફેબ્રુઆરી 2021 સુધી ભારતમાં કોરોનાનો રોજના કેસની સંખ્યામાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પરંતુ દેશમાં આ પ્રવૃત્તિથી ઉંધી અસર એ સમયે જોવા મળી જ્યારે એપ્રિલમાં કોરોના વાયરસના કેસમાં અસામાન્ય ઉછાળો જોવા મળ્યો. કોરોના વાયરસના રોજના કેસ વિતેલા વર્ષ સપ્ટેમ્બરમાં ટોચ પર હતા તેનાથી બેગણા વધી ગયા છે.
એપ્રિલના પ્રથમ અને બીજા સપ્તાહની વચ્ચે નવા કરોનાના કેસનો આંકડો 71 ટકા સુધી વદી ઘયો છે અને કોવિડ-19 નિયમોનું પાલન કરવાને કારણે રોજ મોતના આંકડામાં 55 ટકાનો ઉછાળો આવ્યો છે. વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં એપ્રિલ મધ્ય સુધીમાં કોરોના મહામારીના કારણએ મોત પાંચમું સૌતી મોટું કારણ હશે. રિસર્ચમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે, ભારતમાં 24 ટકા લોકો આ વર્ષે 12 એપ્રિલ સુધી કોરોના વાયરસના સંપર્કમાં આવી ચૂક્યા છે. પરંતુ નિષ્ણાંતોએ ભારતમાં ઇમરજન્સી ઉપોયગ માટે મંજૂરી કરવામાં આવેલ કોરોના રસી પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિપોર્ટ અનુસાર, જુલાઈ અંત સુધી 85,600 લોકોના જીવ એકલા રાષ્ટ્રવ્યાપી રસીકરણને કારણા બચી જશે.