નવી દિલ્લી: દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરની રણદિપ ગુલેરિયાએ કહ્યું કે,. આપણે કોવિડની પહેલી અને બીજી લહેરમાં જોયું કે, બાળકો ઓછા સંક્રમિત થાય છે. તો હવે એવું કહેવું મુશ્કેલ છે કે, ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે.  ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, માત્ર લો ઇમ્યુનિટી ધરાવાતાં લોકો જ બ્લેક ફંગસ, કેડિડા અને એસ્પોરોજેનસ સંક્રમણથી સંક્રમિત થાય છે. આ ફંગસ મુખ્ય રીતે આંખ, નાકની આપપાસ જોવા મળે છે અને તેનું સંક્રમણ બ્રેઇન સુધી પહોંચી શકે છે. કેટલાક કેસમાં તો ફેફસા પણ સંક્રમિત થઇ શકે છે. 


ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, કોવિડમાં ક્રોનિક ફેટિગ સિડ્રોમ જોઇ શકાય છે. જેમાં સિફોમેટિક ઇલાજની આવશ્યકતા રહે છે. સોશિયલ મીડિયામાં બ્રેઇન ફોગ નામે જાણીતું એક બીજું લક્ષણ છે. જેને કોવિડમાં જોવા મળે છે. જેમાં ડિપ્રેશન અને અનિદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. તેમણે કહ્યું કે, કોવિડ બાદ કેટલાક લક્ષણો જાવો મળે છે. જે 12 સપ્તાહ સુધી જોવા મળે છે. જેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. 



ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, હજું સુધી એવો કોઇ ડેટા નથી જોવા મળ્યો કે વાયરસ જાનવરથી મનુષ્યમાં જોવા મળ્યો પરંતુ મનુષ્યથી જાનવરમાં ફેલાયો છે. પહેલી લહેર દરમિયાન ન્યુયોર્કના એક ચીડિયાઘરમાં આ વાયરસનું સંક્રમણ બર્ડમાં જોવા મળ્યું હતું. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે. 


કોરોનાથી થનાર મોતમાં મહારાષ્ટ્ર, કર્માટક, તમિલનાડુનો 73 ટકા હિસ્સો
મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ દેશના એ 10 રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોરોનાથી થનાર મોતમાં 73.88 ટકાનો હિસ્સો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત બાદ કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ  આંધ્ર પ્રદેશમાં છે. દરરોજનો પોઝિટિવીટી રેટ ઘટીને 11 ટકા થઈ ગયો  


એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.