કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના સબ વેરિઅન્ટ 'XE'નો પ્રથમ કેસ મળ્યાની વાતનું ખંડન કર્યું છે. એક દર્દી કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત  હોવાના રિપોર્ટ આવ્યાના કેટલાક કલાક બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વર્તમાન પુરાવાઓ નવા વેરિઅન્ટની હાજરી તરફ ઇશારો કરતા નથી. જોકે, બીએમસીએ આ મુદ્દા પર કહ્યું હતું કે આજે INSACOG બેઠકમાં તેને વધુ વિશ્લેષણ માટે NIBMG ને અનુક્રમણ ડેટા મોકલવાનું કહેવામાં આવ્યું છે જેથી XE વેરિઅન્ટની પુષ્ટિ કરી શકાય.






 સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ પ્રથમ કેસના રિપોર્ટ બાદ કહ્યું કે સેમ્પલની આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ પ્રથમ કેસના અહેવાલ પછી જણાવ્યું હતું કે નમૂનાની FastQ ફાઇલો, જે XE વેરિઅન્ટ્સ હોવાનું કહેવાય છે, તેની INSACOG જીનોમિક નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેમાં અંદાજ લગાવવામાં આવ્યો કે આ પ્રકારનું જીનોમિક બંધારણ 'XE' વેરિઅન્ટના જીનોમિક તસવીર સાથે સંબંધિત નથી.


બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે કોરોનાથી વધુ સંક્રમિત સ્વરૂપ એક્સઇનો પ્રથમ કેસ મુંબઇમાં નોંધાયો છે. ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકાથી મુંબઇ આવેલી એક મહિલામાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ મળી આવ્યો હતો. મહિલામાં કોઇ અન્ય લક્ષણો નથી અને તે સ્વસ્થ થઇ ચૂકી છે.


તેમણે જણાવ્યું હતું કે સીરો સર્વે દરમિયાન કોરોના વાયરસના કપ્પા સ્વરૂપના એક કેસની પણ પુષ્ટિ થઈ હતી. તેમણે કહ્યું કે આ પરિણામ જિનોમ સિક્વન્સિંગ લેબમાં 11મી બેચના 376 સેમ્પલના સિક્વન્સિંગમાં જાણવા મળ્યું છે. અગાઉ પણ મુંબઈમાં કપ્પા સ્વરૂપના કેસ નોંધાયા હતા. સીરો સર્વે અનુસાર, મુંબઈથી મોકલવામાં આવેલા 230 સેમ્પલમાંથી 228 ઓમિક્રોનના, એક કપ્પાના અને એક Xe વેરિઅન્ટનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીની હાલત ગંભીર નથી.