ICMR Guidelines: દેશમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકાર દરરોજ નવા પગલા લઈ રહ્યા છે. દરમિયાન, ICMR એ કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા લોકોની તપાસ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ હવે સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. માત્ર એવા લોકોને જ કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે જેઓ સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા, જેઓ ખૂબ વૃદ્ધ છે અથવા તેમને ગંભીર બીમારી છે.






રાજનાથ સિંહ અને નીતિશ કુમાર થાય કોરોનાથી સંક્રમિત


કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવનારા લોકોને ટેસ્ટ કરાવવા સૂચના આપી છે. તેમણે ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટીવ આવ્યા અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હું આજે હળવા લક્ષણો સાથે કોરોના માટે પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છું. હું દરેકને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને પરીક્ષણ કરાવે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે એન્ટિજેન ટેસ્ટમાં સીએમ નેગેટિવ આવ્યા હતા. તે જ સમયે RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી છે કે તે કોરોના પોઝિટિવ છે. સીએમઓ બિહાર પર ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું હતું કે- “માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર કોરોના તપાસમાં પોઝિટિવ મળ્યા છે. ડોક્ટરોની સલાહ પર તે હોમ આઈસોલેશનમાં છે. તેમણે દરેકને કોવિડ ફ્રેન્ડલી સાવચેતી રાખવા અપીલ કરી છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.