Baby Care during Covid-19:કોરોના કાળમાં જન્મ લેનાર શિશુઓને લઇને સૌથી મોટી ચિંતા એ રહે છે કે, બાળક કોરોના સંક્રમિત ન થઇ જાય. આ ચિંતાના કારણે બાળકના જન્મ સાથે જ તેને માથી અલગ કરી દેવાઇ છે. જો બાળકના જન્મ સમયે મા પોઝિટિવ હોય તો આ સ્થિતિમાં બંનેને અલગ કરી દેવામાં આવે છે. જો કે આ વાતને એક્સ્પર્ટ ગલત માને છે.
ડોક્ટરર્સનો મત છે કે, નવજાત શિશુને કોવિડ પોઝિટિવ માતાથી દૂર રાખવું એક મિથ છે. એટલા માટે નવજાત બાળકને માથી દૂર ન કરવું જોઇએ. વિશેષજ્ઞોની માનીએ તો નવજાત બાળકો માટે માનું દૂધ જ એક શક્તિશાળી ફૂડ છે. તેનાથી બાળકને સંક્રમણ સામે લડવાની શક્તિ મળે છે. તેના કારણે જ બાળક ઇન્મ્યૂન બને છે.
નવજાત શિશુ માટે કંગારૂ કેર જરૂરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર નવજાત શિશુને કંગારૂ કેરની જરૂર હોય છે. કંગારૂ મધર કેર એટલે કે, કંગારૂ પેટમાં બનેલા પાઉચમાં બાળકને પાળે છે. કંગારૂ મધર કેરને અલગ રીતે સમજીએ તો બંનેનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ. નિષ્ણાતોનું માનવું છે કે, મા અને બાળકનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ ખૂબ જ અસરદાર હોય છે. મા નવજાતને છાતીથી ચિપકાવીને રાખે તો બાળકને તેનાથી ગરમી મળે છે અને માની મમતાનો એક અલગ જ અહેસાસ મળે છે. આ સ્થિતિમાં બાળકમાં જો કોઇ સંક્રમણ થઇ પણ જાય તો બાળકની અંદર માની એનર્જીથી રોગપ્રતિકારક ક્ષમતાનો વિકાસ થાય છે અને તેનું સંક્રમણથી રક્ષણ થાય છે.
નવજાત શિશુને માતાથી અલગ ન કરવા જોઇએ
એક્સ્પર્ટના મત મુજબ કોવિડના સમયમાં પણ માને બાળકથી દૂર ન કરવું જોઇએ. ડોક્ટરનું કહેવું છે કે, જો માને બાળકથી દૂર કરવામાં આવે તો બાળકને કોવિડ-19 અથવા અન્ય સંક્રમણનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. જો બાળકેને માના દૂધથી વંચિત રાખવામાં આવે તો આ સ્થિતિમાં તેમની ઇન્મૂયન સિસ્ટમ ડાઉન થાય છે. માનું દૂધ એક એવી ચીજ છે. જે દરેક પ્રકારના ઇન્ફેકશનથી બાળકને બચાવે છે. કેટલાય અધ્યયનનું તારણ છે કે, મા પોઝિટિવ હોય તો રેર કેસમાં જ બાળક સંક્રમિત થાય છે. બાળકનો મા સાથે સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ જરૂરી છે. તેથી પોઝિટિવ માતાને પણ બાળકથી દૂર ન રાખવાની સલાહ અપાઇ છે.