Delta Variant: થર્ડ વેવની શક્યતાની વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ પણ છે કે, એક્સ્પર્ટના મત મુજબ ડેલ્ટા વેરિયન્ટ ઇમ્યુનિટી અને વેક્સિનને માત આપવામાં સક્ષમ છે. ડેલ્ટા વેરિયન્ટ વારંવાર તેનું રૂપ બદલી રહ્યું છે. તેનું મ્યુટેશન ખૂબ જ સંક્રામક બની રહ્યું છે. તે લોકોમાં વધુ માત્રામાં ઝડપથી ઇન્ફેકશન ફેલાવી રહ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજી(IGIB)એ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગુપ્તા લૈબની સાથે મળીને આ સ્ટડી તૈયારી કરી છે. દેશના ત્રણ શહેરોમાં હેલ્થ કેર વર્કસમાં વેરિયન્ટ ફેલાવવાનું શું પેર્ટન્ટ હતુ અને એન્ટીબોડી સામે કઇ રીતે રિએક્ટ કરે છે. તે આધારે સ્ટડી તૈયાર કરવામાં આવી છે. આ સાથે હ્યુમન સેલ ખાસ કરીને ફેફસાં પર આ વાયરસની અસરને પણ આઘાર બનાવવાં આવ્યો છે. આ પહેલા સ્કોટલેન્ડમાં કોરોના વાયરસ પર થયેલી રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના સંક્રમણની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.
ડેલ્ટા વેરિયન્ટમાં ઇમ્યૂન સિસ્ટમને માત આપવાની વધુ ક્ષમતા
(IGIB)ના નિર્દેશક ડોક્ટર રાજેશ પાંડેયએ કહ્યું કે. “લેબમાં થયેલી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે. ડેલ્ટા વેરિયન્ટમાં ઇમ્યુનિટિને માત આપવાની સૌથી વધુ ક્ષમતા છે. ઉપરાંત તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને હેલ્થવર્કસમા બંને ડોઝ લીધા બાદ પણ આ જ વસ્તુના કારણે તે સંક્રમિત થવાનું મુખ્ય કારણ બન્યું છે. જો કે ડેલ્ટા વેરિયન્ટ ઇમ્યુનિટીને માત આપવામાં કેટલી હદે સક્ષમ છે. તે મુદ્દે હજુ કંઇ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે.
કેમ્બ્રિજ યુનિવિર્સટીના ગુપ્તા લેબ મુજબ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, "ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાવવાની સાથે ઇન્ફેકશન બાદ બની ઇમ્યુનિટીને ચકમા આપવાની વધુ ક્ષમતા રાખે છે. હાલ હજું સ્પષ્ટ આંકડા તો નથી આપી શકાતા પરંતુ મુંબઇમાં બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટ કોરોનાના પાછળા વેરિયન્ટના મુકાબલે 10થી 40 પ્રતિશત વધુ ઝડપથી ફેલાય છે. આ સાથે 20થી 55 પ્રતિશત કેસમાં અન્ય વાયરસ બાદ બની એન્ટીબોડીને પણ તેમની સામે બેઅસર સાબિત થઇ છે"