નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા લખ્યું કે કે, ભારતે 95 કરોડ વેક્સિનના ડોઝના લક્ષ્યને પૂરો કરી લીધો છે. એક દિવસમાં આશરે એક કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાને અડધુ અંતર કાપી લીધુ છે. 31 ડિસેમ્બર સુધી બધા વયસ્કોના રસીકરણના લક્ષ્યના હિસાબે જોઈએ તો આગામી પોણા ત્રણ મહિનામાં લગભગ અડધો રસ્તો કાપવાનો છે. લક્ષ્યને પૂરો કરવા માટે શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 19 રાજ્યોની સાથે બેઠક કરી હતી.
ભારતમાં 18 વર્ષની વધુ ઉંમરના લોકોની વસ્તી લગભગ 94 કરોડ છે. પ્રતિ વ્યસ્કને બે ડોઝના હિસાબથી બધા વયસ્ક લોકોને રસીકરણ માટે 188 કરોડ ડોઝ લગાવવાની જરૂર છે. લક્ષ્યને પૂરો કરવા માટે રાજ્યોએ એવરેજ દરરોજ 1.14 કરોડ ડોઝ લગાવવા પડશે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્ય સરકારો જેટલા ડોઝ લગાવવા ઈચ્છે, એટલા ડોઝ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. પરંતુ ડોઝની ઉપલબ્ધતા છતાં રાજ્યોમાં રસીકરણની ગતિ વધી રહી નથી. દેશમાં અત્યાર સુધી લગભગ 72 ટકા વયસ્ક વસ્તીને એક ડોઝ લાગ્યો છે અને લગભગ 25 ટકા વયસ્કને બંને ડોઝ.
શમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,106 નવા કેસ નોંધાયા છે. અને 214 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,30,971 પર પહોંચી છે.
છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ
1 ઓક્ટોબરઃ 26,727
2 ઓક્ટોબરઃ 24,534
3 ઓક્ટોબરઃ 22,842
4 ઓક્ટોબરઃ 20,799
5 ઓક્ટોબરઃ 18,346
6 ઓક્ટોબરઃ 18,383
7 ઓક્ટોબરઃ 22,431
8 ઓક્ટોબર: 21,527
9 ઓક્ટોબરઃ 19,740
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 32 લાખ 71 હજાર 915
કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 30 હજાર 971
કુલ મોતઃ 4 લાખ 50 હજાર 589
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 94,70,10,175લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.