covid vaccine:તમિલનાડુ પોલીસે વેકિસનેટ અને વેક્સિન ન લેનાર પોલીસ કર્મી પર સ્ટડી કરીને એ જાણવાની કોશિશ કરી છે કે, કોરોનાની વેક્સિન લીધા બાદ મોતનો ખતરો કેટલા ટકા ઓછો થઇ જાય છે. 


દેશમાં તેજીથી ચાલી રહેલા કોરોના વેક્સિનેશનને લઇને એક સ્ટડીનું સકારાત્મક તારણ સામે આવ્યું છે. વેક્સિનની એક ડોઝ મોતના જોખમને 82 ટકા ઓછું કરે છે. જો બંને ડોઝ મળે તો મોતના જોખમને 95 ટકા ઓછું કરી શકાય છે. 


આ સ્ટડી તમિલનાડુ  પોલીસ ડિપાર્ટમેન્ટના 1,17,524 જવાનો પર કરવામાં આવી હતી. આ સ્ટડી દ્વારા વેક્સિન લઇ ચૂકેલા અને ન લેનાર પોલીસ કર્મીમાં કોરોના વાયરસથી થતી મોતનું અનુમાન લગાવવામાં આવ્યું.


વેક્સિન ન લેનારમાં વધુ મોત
આ સ્ટડી 1 ફેબ્રુઆરી 2021થી 14 મે 2021ની વચ્ચે કરવામાં આવી હતી. સ્ટડીમાં 32,792 પોલીસ કર્મી એવા હતા. જેને વેક્સિનનો એક ડોઝ અપાયો હતો. સ્ટડીમાં સામેલ 67.673 પોલીસ કર્મી બંને ડોઝ લઇ ચૂક્યાં હતા. આ સાથે 17059 એવા પણ હતા જેને વેક્સિનનો એક પણ ડોઝ ન હતો લીધો. 


સ્ટડી મુજબ 13 એપ્રિલ 2021થી 14 મે 2021ની વચ્ચે 31 પોલીસકર્મીઓનું કોરોનાથી મોત થઇ ગયું. જેમાંથી 4 એવા લોકો હતા તેને બંને ડોઝ લઇ લીધા હતાં. જ્યારે 7 લોકોએ એક ડોઝ લીધો હતો. જ્યારે જેને વેક્સિન બિલકુલ ન હતી લીધી તેમાં 20 લોકોનાં સંક્રમણથી મોત થયા હતા. 


સ્ટડીમાં જોવા મળ્યું કે, વેક્સિન કોરોના સંક્રમણથી થતી મોતને રોકવા માટે અસરદાર છે. જે પોલીસકર્મીઓને એક ડોઝ વેક્સિન મળી હતી. તેમાં મોતનું જોખમ 82 ટકા ઓછું જોવા મળ્યું. તો બંને કોરોનાની વેક્સિનની ડોઝ લેનારમાં 95 ટકા મોતનું જોખમ ઓછું હતું. 


સ્ટડીમાં સામે આવ્યું કે, વેક્સિન ન લેનારની તુલનામાં વેક્સિન લેનારમાં મોતનું જોખણ ઘણું ઓછું જોવા મળ્યું, વેક્સિનનો પહેલો ડોઝ લઇ ચૂકેલા પોલીસ કર્મીમાં વેક્સિન ન લેનારની સરખામણીમાં મોતમું જોખમ 0.81ટકા હતું. બંને ડોઝ લઇ ચૂકેલા પોલીસ કર્મીમાં મોતનું જોખમ માત્ર 0.05ટકા જ હતું.