Coronavirus: વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જ્યારે ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ જ્યારથી IIT કાનપુરે આગાહી કરી છે કે જૂન પછી કોવિડની ચોથી લહેર ભારતમાં આવી શકે છે, ત્યારથી રાજ્યો સ્ટીલ્થ ઓમિક્રોન (ઓમિક્રોન BA.2) ના ફેલાવાને રોકવાની તૈયારી કરી રહ્યા છે. તમિલનાડુના આરોગ્ય મંત્રી સુબ્રમણ્યને તુતીકોરિન એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કોવિડ-19ની ચોતથી લહેને કાબૂમાં લેવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. તેમણે લોકોને સાવચેત રહેવા અને પ્રતિબંધોમાં છૂટછાટ હોવા છતાં સાવધાની રાખવા જણાવ્યું હતું.


 તેમણે કહ્યું, “કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે વિશ્વભરમાં દૈનિક કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. IIT કાનપુરે જણાવ્યું છે કે જૂન પછી ચોથી લહેર ત્રાટકે તેવી શક્યતા છે અને આપણે કંઈ પણ બગાડી શકીએ નહીં. વૈશ્વિક સ્તરે કેસ વધી રહ્યા છે. તામિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ-19ને કારણે દરરોજ 100 થી ઓછા કેસ છે અને શૂન્ય મૃત્યુ છે પરંતુ પડોશી કેરળમાં શનિવારે 847 નવા કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયા એશિયન દેશોમાં દરરોજ 4 લાખ કેસ વધી રહ્યા છે, જ્યારે યુકે અને યુએસમાં પણ દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.


મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ કોવિડની ચોથી લહેરની સંભાવનાનો સંકેત આપ્યો હતો. આ ઉપરાંત એક ટોચના આરોગ્ય અધિકારીએ એવી ચેતવણી પણ આપી હતી કે, કોરોનાવાયરસના નવા પ્રકારના ઉદભવને કારણે, રાજ્યભરમાં હવે આરામદાયક સ્થિતિ નથી. આગામી થોડા અઠવાડિયામાં 'નાટકીય રીતે' બદલાવ આવી શકે છે. "અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) ડૉ. પ્રદીપ વ્યાસે જણાવ્યું


રાજ્યમાં લગભગ તમામ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. કેટલાક નવા પ્રકારો ઇઝરાયેલ અને અન્ય દેશોમાં સંક્રમણ ફેલાવતા હોવાની શંકા છે. આપણે અહીંયા પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,549 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ ઘટીને 25,106 થયા છે. રવિવારે દેશમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા હતા અને 127 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 1134 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 25,106થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,16,510 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,24,67,774 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 181, 24,97,303 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 2,97,285 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.