નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, દેશમાં દરેક રાજ્યોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્ય છે, જોકે, આ બધાની વચ્ચે બ્લેક ફંગસે પણ માથુ ઉંચક્યુ છે. કૉવિડના વધતા કેસોથી હવે લોકોમાં પાલતુ જાનવરોનો પણ ડર ઘૂસી ગયો છે. લોકો માની રહ્યા છે કે કોરોના વાયરસ જાનવરોથી પણ ફેલાય છે. પરંતુ હવે આ અંગે એક્સપર્ટે ખુલાસો કરતા કહ્યું કે, પાલતુ જાનવરોથી માણસોમાં કોરોનાનુ ટ્રાન્સમિશન નથી થતુ, જેથી કરીને કોઇએ પણ પોતાના પાલતુ જાનવરોને છોડવા ના જોઇએ. 


કોરોના વાયરસના કેસો વધતા હવે લોકોમાં જાનવરોને લઇને અફવા ફેલાઇ રહી છે, અને આ અફવાના કારણે લોકો પોતાના પાલતુ જાનવરોને છોડી રહ્યાં છે. પરંતુ એક્સપર્ટે આ અંગે ખુલાસો કરતા મોટી વાત કહી છે, એક્સપર્ટનુ કહેવુ છે કે કોરોના વાયરસનો જે સ્ટ્રેન ચાલી રહ્યો છે, તે માત્ર માણસો પુરતો છે, જાણવરોમાંથી માણસોમાં કોરોનાનુ ટ્રાન્સમિશન થતુ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેટલાય પશુ ચિકિત્સક પણ આ અંગે ખુલાસા કરી ચૂક્યા છે, પાલતુ જાનવરોથી કોઇ ચિંતા નથી. પશુ ચિકિત્સકોનુ કહેવુ છે કે લોકો પોતાના પાલતુ જાનવરોને ના ક્યાંય જવા દે કે ના ક્યાંય છોડે, જાનવરોને પોતાના ઘરમાં જ રાખે. જેથી પોતે પણ સુરક્ષિત રહી શકે અને જાનવરો પણ.






 


કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત રહેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1568 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અહીં 30 માર્ચ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ છે. 30 માર્ચે 992 કેસની પુષ્ટી થઇ હતી. આની સાથે જ શહેરમાં સંક્રમણ દર 2.14 ટકા પર પહોંચ્યો છે. 24 કલાકમાં 156 દર્દીઓની કોરોનાથી જીવ ગયો છે, અને 4,251 દર્દી રિકવર થયા છે. આ સમય શહેરમાં 21,739 દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે. દિલ્હી અત્યાર સુધી 13,74,682 લોકો ઠીક થયા છે, અને 23,565 દર્દીઓના મોત થયા છે. 


છેલ્લા થોડાક દિવસોમાં આવ્યા નવા કેસો......
સોમવારે દિલ્હીમાં 1550 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, અને 207 દર્દીઓના મોત થઇ ગયા હતા.
રવિવારે 1649 નવા કેસોની પુષ્ટી થઇ હતી, અને 189 કોરોના દર્દીઓનો જીવ ચાલ્યો ગયો હતો. 
શનિવારે 2260 નવા કેસો સામે આવ્યા હતા, અને 182 દર્દીઓના મોત થયા હતા. 
શુક્રવારે 3009 લોકોમાં કોરોનાની પુષ્ટી થઇ હતી, અને 252 દર્દીઓના મોત થયા હતા. 
ગુરુવારે 3846 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, અને 235 દર્દીઓના મોત થઇ ગયા હતા. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.   


કુલ કેસ-  બે કરોડ 69 લાખ 48 હજાર 874
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
કુલ મોત - 3 લાખ 07 હજાર 231


19 કરોડથી વધારેને રસી અપાઈ....
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.


એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત.....
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.