India Coronavirus Case: કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. આ પહેલા જ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.


છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ગત શુક્રવારે દૈનિક નોંધાયેલ આંકડો 300 હતો, જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.


કોરોનાને કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના નિપજી ચુક્યા છે મોત


કોરોનાના વધતા આંકડાએ સરકાર અને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગત દિવસોમાં જ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત ત્રણ લોકોના મોત પણ નોંધાયા છે. જ્યારે આ રોગચાળાનો મૃત્યુઆંક વધીને 5 લાખ 30 હજાર 775 થઈ ગયો છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 2 અને કેરળમાં એક મૃત્યુ નોંધાયું હતું. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 4,46,87,820 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે.


દેશમાં રસીકરણ...


સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં 7મી ઓગસ્ટ 2020ના રોજ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. 23મી ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5મી સપ્ટેમ્બર 2020ના રોજ તે 40 લાખને વટાવી ગઈ. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.


Flu : કોરોના જેવા લક્ષણો ધરાવતા ફ્લૂના કેસોથી લોકોમાં ગભરાટ, કેન્દ્રએ જાહેર કરી એડવાઈઝરી


 ભારતના ઘણા ભાગોમાં છેલ્લા બે મહિનામાં લાંબી માંદગી અને લાંબી ઉધરસ સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. બે વર્ષ સુધી કોવિડ રોગચાળાનો સામનો કર્યા પછી આ કેસોની સંખ્યામાં વધારો થવાથી લોકોમાં ભયનો માહોલ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મુજબ ઘણા લોકો માટે શ્વસન સંબંધી તકલીફનું કારણ બને છે તે રોગ ઈન્ફલ્યુએન્ઝા A સબટાઈપ H3N2 છે. વાયુ પ્રદૂષણ ધરાવતા લોકોને તાવની સાથે ઉપલા શ્વસન માર્ગમાં ચેપ લાગે છે. જેને લઈને કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે.