Terrorists Attack in Manipur: મણિપુરના સૂરજ ચંદ જિલ્લામાં આજે આતંકી હુમલો થયો હતો. જેમાં અસમ રાઇફલ્સના કમાંડિગ ઓફિસર તથા તેનો પરિવાર શહીદ થયો છે. એસ સેહકેન ગામ, સિંગનગટ પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી (સીઓ 46 એઆર), તેમના પત્ની અને પુત્રનું સ્થળ પર જ મોત થયું, જ્યારે અન્ય ઘાયલોને બેહિયાંગ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.


આ હુમલાં ત્રણ ક્યૂઆરટી સભ્યોના પણ મોત થયા છે. કથિત રીતે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને લઈ જતાં એક કાફલા પર હુમલો કર્યો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, કાફલામાં અધિકારીનો પરિવાર પર હતો. હાલ ઓપરેશન શરૂ છે.


રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ ઘટનાને કાયરતાનું પ્રતીક ગણાવીને નિંદા કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, ઘટના શનિવારે સવારે 10 વાગ્યે સૂરજ ચંદ જિલ્લામાં મ્યાંમાર સરહદ નજીક બની હતી. અસમ રાઇફલ્સના એક કાફલા પર આતંકવાદીઓના અજાણ્યા સમૂહે હુમલો કર્યો હતો. કેટલાક લોકો આની પાછળ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું જણાવી રહ્યા છે.




આ પણ વાંચોઃ PM Kisan Samman Nidhi: આ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા હશે રૂપિયા, આ રીતે ચેક કરો સ્ટેટસ


Liquor Ban:  ભાજપ શાસિત આ રાજ્યમાં દારૂબંધીના નિયમો અંતર્ગત 10 મહિનામાં 62 હજારથી વધુ લોકો ઝડપાયા, આ પાંચ જિલ્લામાંથી પકડાયો


Insurance ના પૈસાના લોભમાં વ્યક્તિએ ટ્રેન સામે કૂદીને કપાવ્યા બંને પગ, છતાં ન મળ્યા 23 કરોડ!