Corona Vaccine: ભારતમાં ચાલી રહેલા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં કાલથી બાળકોનો પણ સમાવેશ કરવામાં આવશે. આવતીકાલથી 12 થી 14 વર્ષના બાળકોને પણ કોરોનાની રસી આપવાની શરુઆત થશે. ગઈકાલે કેન્દ્રીય આરોગ્યો મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ અંગે જાહેરાત કરી હતી. 12 થી 14 વર્ષના બાળકોને હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલઈ નામની ફાર્મા કંપની દ્વારા નિર્મીત કોર્બેવેક્સ નામની કોરોના રસી આપવામાં આવશે. દેશમાં અંદાજે કુલ 7.11 કરોડ બાળકોને કોરોના રસી આપવામાં આવશે. 


મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, "બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. મને જણાવતાં ખુશી થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત 60 વર્ષથી મોટા તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ લઇ શકશે. મારો બાળકાના પરિવારજનો તથા 60થી મોટી વયના લોકોને વેક્સિન જરૂર લેવાનો આગ્રહ છે."


આ રીતે કરો રજીસ્ટ્રેશનઃ


આવતીકાલે 12થી 14 વર્ષના બાળકોને કોરોના રસી લેવા માટે ઓનલાઈન Cowin પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 


12 થી 14 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવા CoWin વેબસાઈટ કે એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.


બાળકો પોતાના પરિવારના નંબરથી કે અન્ય કોઈ મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી શકશે.


બાળક પાસે પોતાનું આધારકાર્ડ ના હોય તો સ્ટુડન્ટ આઈકાર્ડથી પણ રજીસ્ટ્રેશન કરી શકશે.


એક મોબાઈલ નંબરથી એક પરિવારના કુલ 4 લોકો કોવીન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.


કોવીન પોર્ટલ પર મોબાઈલ નંબર આપ્યા પછી એક ઓટીપી આવશે જે 180 સેકન્ડમાં કોવીન પોર્ટલ પર નાખવાનો રહેશે. 


ઓટીપી નાખ્યા બાદ રજીસ્ટ્રેશન ફોર વેક્સિનેશન પર ક્લિક કરવાનું રહેશે.


ત્યાર બાદ નામ, આઈડી પ્રુફ, ઉંમર, જાતી વગેરે માહિતી આપવાની રહેશે.


ત્યાર બાદ રજીસ્ટ્રેશન પર ક્લીક કરવાનું રહેશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન થઈ ગયાનો મેસેજ મોબાઈલ પર આવશે.