જો તમારી પાસે રાશન કાર્ડ (Ration Card) છે તો સરકારની ખાસ સ્કીમ પ્રધાનંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તમને આ મહિને પણ રાશન મળી શકે છે. કોરોના મહામારીને જોતા સરકારે ગરીબોને ફ્રી રાશન આપવાની જાહેરાત કરી હતી. આ જ ક્રમમાં અનેક રાજ્યો પોતાના નાગરિકોને ફ્રી રાશન આપી રહ્યા છે. દિલ્હી અને યૂપીમાં તો રાશન કાર્ડ વગર પણ સરકાર રાશન આપી રહી છે. પરંતુ જો તમાપી પાસે રાશન કાર્ડ નથી તો ગભરાવાની જરૂરત નથી. કારણ કે હવે તમે ઘર બેઠે તમારા સ્માર્ટફોનથી જ ઓનલાઈન રાશન કાર્ડ માટે અરજી (Apply online for ration card) કરી શકો છો. તેના માટે તમામ રાજ્યોએ પોતાની વેબસાઈટ બનાવી છે. તમે જે રાજ્યના રહેવાસી હોય ત્યાંની વેબસાઈટ પર જઈને રાશન કાર્ડ માટે અરજી કરી શકો છો.
આ રીતે કરો ઓનલાઈન અરજી
- રાશન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જો તમે ગુજરાતના રહેવાસી હોય તો તમે https://dcs-dof.gujarat.gov.in/ration-card.htm પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છે. જો તમે ઉત્તર પ્રદેશના રહેવાસી છો તો તમે https://fcs.up.gov.in/FoodPortal.aspx ને એક્સેસ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકે છો. જ્યારે બિહારના રહેવાસી hindiyojana।in/apply-ration-card-bihar/ પર અને મહારાષ્ટ્રના રહેવાસી mahafood.gov.in પર ક્લિક કરીને અરજી કરી શકે છે.
- ત્યાર બાદ Apply online for ration card વાળી લિંક પર ક્લિક કરો.
- - રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે આપી શકાય છે.
- રાશન કાર્ડ માટે અરજી ફી 05 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી છે. અરજી કર્યા બાદ ફી જમા કરો અને એપ્લીકેશન સબમિટ કરી દો.
- ફીલ્ડ વેરિફિકેશન થયા બાદ તમારી અરજી યોગ્ય જણાશે તો તમારું રાશન કાર્ડ બની જશે.
કોણ અરજી કરી શેક છે રાશન કાર્ડ માટે
દરેક એ વ્યક્તિ જે ભારતનો નાગરિક છે તે રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામ માતા-પિતાના રાશન કાર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ અલગથી રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે.
આ ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે
રાશન કાર્ડ બનાવવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોઈ આઈ કાર્ડ, હેલ્થ કાર્ડ ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે આપી શકાય છે. ઉપરાંત પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ તસલવીર, ઉંમરનું પ્રમાણપત્ર, સરનાનાના પુરુવા તરીકે લાઈટ બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, રેન્ટલ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટની જરૂરત પડશે.