નવી દિલ્હી : ભારતના વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની આજે પાકિસ્તાનથી વતન વાપસી થઈ છે. તેના સ્વાગતમાં આખો દેશમાં ઉત્સવ જેવો માહોલ છે. અને સૌ કોઈ અભિનંદનની વાપસીને લઈને પોતાની રીતે સ્વાગત કરી રહ્યાં છે. એવામાં ક્રિકેટરો અને બોલિવૂડ હસ્તિઓએ પણ અભિનંદનની વાપસી પર ખુશી વ્યક્ત કર્યાં છે. અને સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી કમાન્ડરની બહાદુરીને સલામ કરી રહ્યાં છે.

બીસીસીઆઈ સહિત સચિન તેડુંલકરે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટોરે અભિનંદનનું સ્વાગત કર્યું છે.

સચિન ટ્વિટ કર્યું કે, ‘એક હીરો આ ચાર શબ્દોથી પણ મોટો હોય છે. તેમનું સાહસ અને નિ:સ્વાર્થ ભાવ, આપણા હીરો આપણને ખુદ વિશ્વાસ કરવાનું શીખવાડે છે.’










સહેવાગે લખ્યું કે. “તમારા આવવાથી ખૂબજ ગર્વ મહેસૂસ કરી રહ્યો છું. તમારી પ્રતિભાથી પણ વધારે તામરા સાહસને સલામ. આપના કારણે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ” રવિચંદ્રન અશ્વિને લખ્યું કે, ‘મારા જીવનકાળમાં ધરતી પર મે તમારાથી મોટો કોઈ હીરો નથી જોયો.’




અમિતાભ બચ્ચન, પ્રિતિ ઝિંટા, કરણ જોહર, રિતેશ દેશમુખ, રણવીર સિંહ, શાહરુખ ખાન વરુણ ધવન સહિત અનેક હસ્તિઓએ અભિનંદનની વાપસી પર ખુશી વક્ત કરી છે. અમિતાભ બચ્ચે ખૂબજ ખાસ અંદાજમાં વિંગ કમાંડરનું સ્વાગત કરતા ટ્વિટ કરી લખ્યું કે. “ખૂશ છું કે વિંગ કમાન્ડર અભિનંદન ઘરે પરત આવી રહ્યાં છે.” આ ટ્વિટ સાથે અમિતાભે પોતાના આગામી ફિલ્મ ‘બદલા’નું ગીત પણ શેર કર્યું છે. જેનું ટાઇટલ છે ઔકાત કો બદલ દે.