શ્રીનગર: જમ્મુ-કશ્મીરમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિના પગલે શુક્રવારે સતત 14માં દિવસે કર્ફ્યૂ યથાવત છે.
જો કે રાજ્ય સરકારે ગુરૂવારે ગંદેરબલ, બડગામ, બંદીપોરા અને બારામુલા જિલ્લામાં શાળાઓ ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો.
પાંચ દિવસ સુધા બંધ રહ્યા બાદ સ્થાનિક અંગ્રેજી અખબારે ગુરૂવારે ઓફિસ શરૂ કરી હતી. સીએમ મેહબૂબા મુફ્તી સાથે મુલાકાત બાદ અખબારના એડિટર્સે આ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે 9મી હિજબુલના કમાંડર બુરહાન વાનીના એંકાઉંટરમાં મોત બાદ 9મી જુલાઈના રોજ હિંસા ફાટી નીકળી હતી. જેમાં 43 સ્થાનિકો, બે સ્થાનિક પોલીસ ઓફિસરોના મોત થયા છે.