નવી દિલ્લીઃ નોટબંધી વિરુદ્ધ વિરોધ પક્ષો હુમલા પર પીએમ નરેંદ્ર મોદીએ પલટવાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારિઓ તક નથી મળ્યો એટલે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પીએમ મોદીએ 26 નવેમ્બર મનાવવામાં આવતા સંવિધાન દિવસના ઉપલભ્યમાં કરવામાં આવેલા કાર્યક્રમને બે પુસ્તકોના વિમોચન દરમિયાન કહ્યું હતું કે, દરેકને પોતાના પૈસા વાપરવાનો અધિકારી છે. આમ આદમી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ લડી રહ્યો છે. સમગ્ર દેશ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇ લડી રહ્યો છે. દેશ માટે કડક નિર્ણય લેવા પડે છે. આ નિર્ણય પર ભ્રષ્ટાચારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેમ કે તેમને તૈયારીની કરવાની તક નથી મળી
ઉલ્લેખનીય છે કે, નોટબંધીને લઇને સંસદના બંને સદનોમાં હંગામો થઇ રહ્યો છે. વિપક્ષ સતત નોટબંધીનો વિરોધ કરી રહ્યા છે. અને પીએમ મોદીના સદનમાં બોલવાની માગ કરી રહ્યા છે. જ્યારે સરકારનું કહેવું છે કે, આના પર નાણાંમત્રી જવાબ આપશે. જ્યારથી શિયાળું સત્ર શરૂ થયુ છે ત્યારથી નોટબંધી પર હંગામો થઇ રહ્યો છે. સદનની કાર્યવાહી નથી થઇ રહી.