Weight Loss Tips: મીઠા લીમડાના પાનનો ઉપયોગ મરાઠી અને સાઉથ ઇન્ડિયન સૌથી વધુ કરે છે. મીઠા લીમડાના પાન વ્યંજનનો સ્વાદ તો વધારે જ છે સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હિતકારી છે. મીઠા લીમડાના પાનનું જ્યુસ ખાલી પેટ પીવાથી બોડી ડીટોક્સ થાય છે. ડાયાબિટીશમાં પણ તે રામબાણ ઇલાજ છે.નિયમિત રીતે મીઠા લીમડાના પાનના પાનું જ્યુસ પીવાથી બોડી ડિટોક્સ થાય છે. મેદસ્વીતાથી પણ છૂટકારો મળે છે. શરીરમાં જમા એક્સ્ટ્રા ચરબીથી છૂટકારો મળે છે. કેટલીક બીમારીનો ઇલાજ મીઠા લીમડાના પાનમાં રહેલો છે. મીઠા લીમડાના પાનનું જ્યુસ બનાવવાની રીત સમજી લઇએ..
મીઠા લીમડાના પાનનું જ્યુસ બનાવવની રીત
- પાનને સૌથી પહેલા પાણીમાં ઉકાળી લો.
-થોડો સમય ગેસ તેજ કરીને તને ઉકળવા દો.
- હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો
- હવે તેને ગરમાગરમ ચાયની જેમ પીવો.
-રોજ જ્યુસ પીવાથી પાચનતંત્રમાં સુધાર થાય છે
- સવારે એક્સરસાઇઝ કર્યાના 30 મિનિટ પહેલા તેને પી શકાય.
મીઠા લીમડાના પાનના સેવનના ફાયદા
એક્સ્ટ્રા ફેટને ઘટાડીને વજન ઉતારે છે. બોડીને ડિટોક્સ કરે છે. પાચનતંત્ર સુધારે છે. વિસ્તારથી સમજીએ લીમડા પાનના જ્યુસ પીવાથી કે પાનનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.
વજન ઉતારવામાં અસરદાર
વજન ઉતારવામાં લીમડાના પાન અસરદાર છે. વજન ઉતારવા માટે લીમડાના પાન કેટિલિસ્ટ મુખ્ય સ્ત્રોતના રૂપે કામ કરે છે. તેમાં એલ્કાલોઇડ હોય છે. જેમાં મદેસ્વીતા ઓછી કરવાના ગુણ છે. લીમડાના પાન બેડ કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે. લીમડાના પાન ખાવાથી બ્લડ શુગર લેવલ પણ ઓછું થાય છે. ડાયાબિટીશના દર્દી માટે પણ લીમડાના પાન ઓષધ સામાન છે.
પાચનમાં સુધાર કરે છે
આ વાત આપણે બધા જ જાણીએ છીએ કે, જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થાય છે અને વજન પણ ઉતરે છે. લીમાડાના પાન ખાવાથી પાચન તંત્રમાં સુધાર આવે છે. જેથી ગેસ અપચાની સમસ્યા નથી થતી. આ સિવાય લીમડાના પાન ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. પેટ સ્વસ્થ રહે છે. વજન ઓછું કરવામાં પણ કારગર છે.
બોડી ડિટોક્સ કરે છે
રોજ લીમડાના પાન ખાવાથી આપનું શરીર નેચરલી ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીરની એક રીતે સફાઇ થાય છે અને હાનિકારક વિષાક્ત પદાર્થ શરીરના બહાર નીકળે છે. લીમડાના પાન કેલેરીને બર્ન કરવાનું કામ ઝડપથી કરે છે.આ સાથે જ શરીરમાં ફેટ પણ જમા નથી થતું. રોજ સવારે લીમડાના પાનનું જ્યુસ પીવાથી એનર્જી લેવલ અને મેટાબોલિજ્મ બંને વધે છે. લીમડાના પાન ખાવાથી અથવા જ્યુસ પીવાથી વાળ પણ હેલ્થી બને છે અને સફેદ થતાં અટકે છે.