પ્રથમ વખત એવું થયું કે દેશની શાળાઓમાં પુરુષ ટીચર્સની તુલનામાં મહિલા શિક્ષિકાઓની સંખ્યા વધી ગઈ છે. વિતેલા સપ્તાહે બહાર પાડવામાં આવેલ યૂનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ઓન સ્કૂલ એજ્યુકેશન (યૂ-ડીઆઈએસઈ) 2019-20ના રિપોર્ટ અનુસાર પ્રથમ વખત ભારતમાં મહિલા સ્કૂલ શિક્ષકોની તુલનામાં પુરુષ શિક્ષકોની સંખ્યા ઓછી છે. નોંધનીય છે કે, દેશના 96.8 લાખ શિક્ષકોમાંથી 49.2 લાખ મહિલાઓ છે. U-DISE રિપોર્ટ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, સ્કૂલના શિક્ષકો અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવે છે.


2013 બાદથી મહિલા શિક્ષકોની સંખ્યામાં થયો વધારો


વર્ષ 2012-13માં 42.4 લાખ પુરુષોની સામે દેશમાં 35.8 લાખ મહિલા શિક્ષક હતા. આ દરમિયાન સ્કૂલોમાં સાત વર્ષ દમરિયાન 37 ટકાથી વધારે મહિલા શિક્ષકોની સંખ્યા વધી છે. આ ગાળામાં જ પુરુષ શિક્ષકોની સંખઅયા 42.4 લાખથી વધીને 47.7 લાખ થઈ છે.


જોકે મહિલા શિક્ષકો માત્ર પ્રાઈમરી લેવલ પર જ ટોચ પર છે. રિપોર્ટ અનુસાર હાયર પ્રાઈમરી બાદના ક્લાસીસમાં પુરુષ શિક્ષકોની સંખ્યા વધારે છે. પ્રી-પ્રાઈમરી લેવલ પર 27,000 પુરુષો પર 1 લાખથી વધારે મહિલા શિક્ષક છે.


પ્રાઈમરી ગ્રેડમાં રેશિયો વધારે સંતુલિત


19.6 લાખ મહિલાઓ અને 15.7 લાખ પુરુષ શિક્ષકોની સાથે પ્રાઈમરી ગ્રેડમાં રેશિયો વધારે બેલેન્સ્ડ છે. હાયર પ્રાઈમરી ક્લાસીસમાં 11.5 લાખ પુરુષ અને 10.6 લાખ મહિલા શિક્ષક છે. ત્યાર બાદના ક્લાસમાં મહિલા અને પુરુષ શિક્ષકોની સંખ્યામાં તફાવત વધતો જાય છે. સેકન્ડરી સ્કૂલોમાં 6.3 લાખ પુરુષ અને 5.2 લાખ મહિલા શિક્ષક છે. જ્યારે હાયર સેકન્ડરીમાં 3.7 લાખ પુરુષ શિક્ષક છે જ્યારે 2.8 લાખ મહિલા શિક્ષક છે.


સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં પુરુષ શિક્ષકોની સંખ્યા વધારે


સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પુરુષ શિક્ષકોની સંખ્યા વધાર છે જ્યારે નોન ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં મહિલા શિક્ષકો આગળ છે. મોટા રાજ્યોમાં કેરળ, દિલ્હી, મેઘાલય, પંજાબ અને તમિલનાડુ અપવાદની સાથે ઉચ્ચ ગ્રેડમાં મહિલાઓથી વધારે પુરુષ શિક્ષકોની સંખ્યા છે. આ રાજ્યોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ક્લાસમાં પુરુષોની તુલનામાં મહિલા શિક્ષકોની સંખ્યા વધારે છે.