નવી દિલ્હીઃ કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોગ્રેસ અધ્યક્ષને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કોગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સૂત્રોના મતે પાંચ ઝોનના આધાર પર લેવામાં આવેલા મતમાં સોનિયા ગાંધીનું નામ સામે આવ્યું છે. રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે.પહેલા તો સોનિયા ગાંધીએ ના પાડી હતી પરંતુ નેતાઓના કહેવા પર તેમણે કાર્યકારી કોગ્રેસ અધ્યક્ષ બનવા માટે હા કરી હતી. નોંધનીય છે કે કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટની સહિત અનેક મોટા નેતા રહ્યા હતા.
કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, CWCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સુધી કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરવામાં ના આવે ત્યાં સુધી સોનિયા ગાંધી કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેશે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ 25 મેના રોજ CWCની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે સમયે તેમના રાજીનામાનો અસ્વીકાર કરી લેવામાં આવ્યો હતો