નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ચક્રવાત એમ્ફાન પ્રભાવિત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. રાજ્યમાં આવેલા વાવાઝોડાના કારણે ઘણું નુકશાન થયું છે. પીએમ મોદી પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરિક્ષણ કરશે. પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત થયા છે.




મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું પીએમ મોદીને અપીલ કરું છું તેઓ અહીંની મુલાકાત લે. હું પણ હવાઇ સર્વેક્ષણ કરીશ. પરંતુ હું હાલત ઠીક થાય તેની રાહ જોઉં છું.

ઓરિસ્સાના અધિકારીઓના આંકલન અનુસાર, વાવાઝોડાથી આશે 44.8 લાખ લોકો પ્રભાવિત થા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ સંવાદદાતોને કહ્યું, અત્યાર સુધી અમને મળેલા રિપોર્ટ અનુસાર,વાવાઝોડું એમ્ફાનના કારણે 72 લોકોના મોત થયા છે. બે જિલ્લા-ઉત્તર અને દક્ષિણ 24 પરગના સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમારે એ જિલ્લાનું પુનનિર્માણ કરવું પડશે. હું કેંદ્ર સરકારને આગ્રહ કરીશ કે તેઓ રાજ્યને તમામ મદદ ઉપલબ્ધ કરાવે.