Cyclone Asani Update: બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડા 'આસાની'ની અસર આજથી દેખાવાનું શરૂ થશે. તે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આસાનીની અસરને કારણે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે


ક્યા ત્રણ રાજ્યોમાં ભારે વરસાદની છે સંભાવના.


હવામાન વિભાગે ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે વાવાઝોડું આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ તે ઉત્તર-પૂર્વ તરફ વળશે.




માછીમારોને 13 મે સુધી દરિયો ન ખેડવાની સલાહ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને તે પુરીથી લગભગ 590 દક્ષિણ-પશ્ચિમ અને ગોપાલપુર, ઓડિશાથી લગભગ 510 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે. હવામાન વિભાગે કહ્યું છે કે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ખૂબ જ તીવ્ર થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં માછીમારોને 13 મે સુધી કિનારા પર ન જવાની સલાહ આપવામાં આવી છે.


ક્યાં ક્યા થશે અસર


ચક્રવાત આસાનીની અસર બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ જિલ્લાઓમાં પણ જોવા મળશે. અહીં 11 અને 12 મેના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં તેજ સાથેના તોફાની પવનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. પૂર્વી યુપીમાં 14 મે સુધી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 મે સુધી ગોરખપુર, મહારાજગંજ, કુશીનગર, બસ્તી, આઝમગઢ, બલરામપુર, શ્રાવસ્તી, બલિયા સહિત આસપાસના પૂર્વીય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે બીજું શું કહ્યું?



  • ચક્રવાતની અસરને કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની રહેશે.

  • 10 મેની સાંજે ઘણા રાજ્યોમાં હળવો વરસાદ થશે. જોકે, ઓડિશાના ગજપતિ, ગંજમ અને પુરી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

  • 11 મેના રોજ ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટક જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

  • 12 મેના રોજ પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપારા, ભદ્રક, બલેશ્વર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.