ઓડિશા સરકારે ભારે વરસાદની આગાહીના પગલે બચાવ ટૂકડીઓને એલર્ટ કરી દીધી છે. બંગાળની ખાડીમાં થઈને આ વાવાઝોડું ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ત્રાટકે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાશે. તે પહેલાં ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આગામી 24 કલાક સુધી ઓડિશામાં ભારે વરસાદના પગલે દરેક જિલ્લામાં તંત્રને એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.