Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ

Cyclone Dana Landfall Live Updates: ચક્રવાત દાનાના ખતરાને ધ્યાનમાં રાખીને, ઓડિશા અને પશ્ચિમ બંગાળની સરકારોએ ખાસ તૈયારીઓ કરી છે. શાળા-કોલેજો શુક્રવાર સુધી બંધ રાખવામાં આવી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Oct 2024 11:32 AM
વરસાદ બંધ થયા પછી અમે વીજળી પુનઃસ્થાપિત કરીશું: મંત્રી સૂર્યવંશી

ઓડિશાના મંત્રી સૂર્યવંશી સૂરજે તોફાન દાના વિશે જણાવ્યું હતું કે, પવનની ગતિ ધીમી પડી ગઈ છે. વરસાદ ચાલુ છે અને વરસાદ બંધ થયા પછી અમે વીજળી પુનઃસ્થાપિત કરીશું. અમારી પાસે પૂરતા થાંભલા છે અને આ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

6,000 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવી

ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે વાવાઝોડું 24 અને 25 ઓક્ટોબરની રાત્રે ભીતરકણિકા અને ધામરા દરિયાકિનારા પર લેન્ડફોલ કર્યું હતું. આ પ્રક્રિયા આજે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહી હતી. વહીવટીતંત્રની સતર્કતા અને અગાઉથી કરેલી તૈયારીઓને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. સરકારનો 'zero casualty'નો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. લગભગ 6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. "6,000 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવી છે.

આજે પણ 300 થી વધુ ટ્રેનો રદ

પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાંથી પસાર થતી 300 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

દાનાને કારણે મોટું નુકસાન

દાના વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થવાની આશંકા છે. ઓડિશામાં 10 લાખ અને પશ્ચિમ બંગાળમાં 3.5 લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.


 





ઓડિશાના 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

IMD અનુસાર, વાવાઝોડાની અસર શુક્રવાર બપોર સુધી ચાલુ રહેશે, જે દરમિયાન પવનની ઝડપ 100-110 કિમી/કલાક રહેવાની ધારણા છે. હવામાન વિભાગે સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મયુરભંજ, કટક, જાજપુર, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

દાના વાવાઝોડાના આગમનથી, ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.





બાંસડામાં ભારે તારાજી

ચક્રવાત દાનાએ ઓડિશાના બંસડામાં ભારે વિનાશ સર્જ્યો છે. ચક્રવાતી વાવાઝોડું દાના ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકી રહ્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

Dana Cyclone Live Update: ચક્રવાત દાના છેલ્લા 2 મહિનામાં ભારતીય દરિયાકાંઠે ત્રાટકેલું બીજું ચક્રવાતી તોફાન છે. આ પહેલા ઓગસ્ટના અંતમાં ચક્રવાત 'આસના'એ વિસ્તારને અસર કરી હતી. જો કે, દાના તોફાન આસના કરતાં વધુ શક્તિશાળી છે, જેની અસર ટકરાવાના સ્થળથી 400 કિલોમીટર દૂર રહેશે. 7 રાજ્યો તેનાથી પ્રભાવિત થશે. ચક્રવાતી તોફાન દાનાના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના પ્રભાવિત વિસ્તારોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.