નવી દિલ્હીઃ ઓડિશના પુરી તટ પર ચક્રવાતી વાવાઝોડુ 'ફાની' ત્રાટક્યુ છે, આ ચક્રવાતી વાવાઝોડુ ખુબજ ખતરનાક લેવલ પર છે. હૈદરાબાદના હવામાન ખાતા અનુસાર, પુરીમાં 245 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તંત્રએ પહેલાથી જ કામગીરી અને આયોજન સાથે બંદોબસ્ત કરી લીધો છે.


'ફાની' વાવાઝોડુ ભલે ઓડિશામાં ત્રાટક્યુ હોય પણ તેની અસર હવે 10 રાજ્યો પર પણ પડી શકે છે, જેના કારણે ત્યાં સરકારી તંત્ર હરકતમાં આવી ગયુ છે.



'ફાની'ની અસર ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, સિક્કીમ, તામિલનાડુ અને પોન્ડીચેરીમાં થઇ શકે છે. હવામાન ખાતેએ એક એલર્ટ જાહેર કરતાં કહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં 2જી અને 3જી મેએ વાવાઝોડુ અને વરસાદ થઇ શકે છે.



ખરેખરમાં, 'ફાની' ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉઠી રહ્યું છે. એટલે આ વાવાઝોડાને નામ આપવાની જવાબદારી આ વિસ્તારમાં આવેલા દેશોની છે. જેમાં બાંગ્લાદેશ પણ સામેલ છે. વાવાઝોડાને 'ફાની' નામ બાંગ્લાદેશ દ્વારા જ મળ્યુ છે. 'ફાની'નો અર્થ સાપ થાય છે.