Cyclone Gulab:ઓડિશા અને આધ્રપ્રદેશમાં તબાહી મચાવ્યા બાદ હવે ગુલાબ ચક્રવાતી તોફાન નબળુ પડી રહ્યું છે. તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ચક્રવાતની અસર જોવા મળશે.
ગુલાબ વાવાઝોડાના પગલે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રમા વરસાદની આગાહી કરી છે. ગુલાબ વાવાઝોડું રવિવારે આડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું હતું ત્યારબાદ તેની તીવ્રતા ઘટી ગઇ હતી. હવે તે કલિંગપટ્ટમથી 20 કિલોમીટર ઉત્તરની દિશાને પાર કરી ગયું છે. આવનાર 12 કલાકમાં પશ્ચિમની તરફ વધવાની પરંતુ ડિપ્રેશન નબળું થવાની શક્યતા જોવાઇ રહી છે. આ દરમિયાન આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ મુજબ વાવાઝોડું હવે ઉત્તરી આંધ્ર અને તેની સાથે જોડાયેલા દક્ષિણ ઓડિશામાં છેલ્લા 6 કલાક દરમિયાન પશ્ચિમ તરફ વધ્યું છે. ગુલાબ વાવાઝોડાના પગલે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના કોરાપુટ, રાયગડા અને ગજપતિ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. આ વિસ્તારમાં હવાની ગતિ 50થી 70 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે. આંઘ્રપ્રદેશમાં આજ સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે.
અમદાવાદમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશના કારણે ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. અમદાવાદ સવારથી ધોધમાર વરસાદ વરસતાં રસ્તા જળમગ્ન થયા છે.ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશના કારણે ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. ગાંધીનગર અને અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો. ધોધમાર વરસાદના પગલે રામદેવ નગર, વેજલપુર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહનો ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. રસ્તા પર પાણી ભરાઇ જતાં
AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલ્લી ગઇ છે. રસ્તા પર પાણીના કારણે અમદાવાદ શહેરમાં ઠેર- ઠેર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે.અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.