નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનું શુભારંભ કરશે. જેના હેઠળ હેલ્થ ID Card બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી હેલ્થ મિશન ( Pradhan Mantri Digital Health Mission) હવે આખા દેશમાં લાગૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi) આજે વીડિયો કોન્ફ્રેંસિંગના માધ્યમથી ‘આયુષ્યમાન ડિજિટલ મિશન’ (Ayushman Bharat Digital Mission)નું શુભારંભ કરશે. પીએમ હેલ્થ કાર્ડની જાહેરાત સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાથી સંબોધન કરતા કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય ક્ષેત્રે આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
જાણો હેલ્થ કાર્ડ શું છે અને તેના લાભ શું છે?
કેટલાક લોકોને હેલ્થ ચેકઅપ માટે એક શહેરથી બીજા શહેર જવુ પડે છે. આ સાથે બધી જ હેલ્થ રિપોર્ટ લઇને ફરવું પડે છે. ક્યારેક ઘર પર રિપોર્ટ ભૂલી જવાનો પણ ડર રહે છે. આ સ્થિતિમાં યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડમાં વ્યક્તિની હેલ્થ સંબંધિત બધી જ ડિટેઇલ્સ રહેશે, વ્યકિતને કઇ –કઇ બીમારી થઇ હતી. તેનો ઇલાજ ક્યાં થયો હતો. ક્યાં ડોક્ટરે તેનો ઇલાજ કર્યો હતો.ઇલાજની રિઝલ્ટ શું આવ્યું હતું. કઇ દવા લીધી હતી અને હાલ દર્દીની કઇ દવાઓ ચાલું છે વગેરે માહિતી આ ડિજિટલ હેલ્થ કાર્ડથી જ મળી રહેશે. આ કાર્ડથી વ્યક્તિનો સમગ્ર હેલ્થ રિપોર્ટ જાણી શકાશે
કેટલાક રાજ્યો સુધી સીમિત હતી આ યોજના
આ હેલ્થ આઇડી કાર્ડને સૌથી પહેલા 6 કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન નિકોબાર,ચંદીગઢ, લદ્દાખ, લક્ષદ્રીપ, પુડુચેરી,દાદરા નગર હવેલી, દમણ, દિવમાં શરૂ કરવામાં આવ્યું હતું હવે તેને આખા દેશમાં લાગુ કરાશે. એક સારી વાત એ છે કે, હેલ્થ આઇડી કાર્ડનો ડેટા સંપૂર્ણ રીતે સિક્યોર છે એટલે કે કોઇ પણ ડોક્ટર માત્ર એકવાર આપનો ડેટા જોઇ શકે છે. બીજી વખત જોવા માટે એક્સેસ લેવું પડશે.